Western Times News

Gujarati News

CJI ડી વાય ચંદ્રચૂડે બેંગાલુરૂમાં નેશનલ લૉ સ્કૂલ ખાતે જેએસડબ્લ્યુ એકેડમિક બ્લોકનો શિલાન્યાસ કર્યો

જેએસડબ્લ્યુની પ્રતિબદ્ધતામાં લીગલ ટેક ઇનોવેશન્સ પર કેન્દ્રિત નવા સેન્ટર ફોર ધ ફ્યુચર ઓફ લૉનો સમાવેશ થાય છે

બેંગાલુરૂ, દેશમાં કાયદાકીય શિક્ષણને પ્રોત્સાહન આપવાના એક મહત્વપૂર્ણ સીમાચિહ્નમાં ભારતના માનનીય મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી ધનંજય યશવંત ચંદ્રચૂડે આજે નેશનલ લૉ સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી (એનએલએસઆઈયુ) ખાતે જેએસડબ્લ્યુ એકેડમિક બ્લોક નામના મુખ્ય એકેડમિક બ્લોકના વ્યાપક પુનઃનિર્માણ અને વિસ્તરણ માટે શિલાન્યાસ કર્યો હતો. CJI D.Y. CHANDRACHUD LAYS FOUNDATION STONE OF JSW ACADEMIC BLOCK AT NATIONAL LAW SCHOOL, BENGALURU.

સૂચિત યોજના હેઠળ હાલના બિલ્ડિંગને બહુમાળી ઇમારતમાં ફેરવવામાં આવશે જે અત્યાધુનિક લેક્ચર થિયેટર્સ, સેમિનાર રૂમ્સ, ફેકલ્ટી ઓફિસીસ અને સહયોગી સંશોધન જગ્યાઓ પૂરી પાડશે. આ અપગ્રેડ થયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી વિદ્યાર્થીઓ અને  સંશોધકોને શીખવાના ઉચ્ચ માહોલથી લાભ થેસ અને તેઓ ઝડપથી વિકસતા કાયદાકીય ક્ષેત્રે આગળ આવી શકશે.

જેએસડબ્લ્યુ ગ્રુપની નોંધપાત્ર ગ્રાન્ટના લીધે શક્ય બનેલો આ પ્રોજેક્ટ એનએલએસઆઈયુના શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કાયાપલટ કરવાના ઉદ્દેશથી વ્યાપક સહયોગનો ભાગ છે. આ ગ્રાન્ટનો એકેડમિક બ્લોક ખાતે કામ માટે તથા જેએસડબ્લ્યુ સેન્ટર ફોર ધ ફ્યુચર ઓફ લૉની સ્થાપના માટે ભંડોળ મેળવવા ઉપયોગ કરવામાં આવશે. જેએસડબ્લ્યુ સેન્ટર ઓફ ફ્યુચર ઓફ લૉ એ એક અત્યાધુનિક રિસર્ચ હબ છે

જે કાયદાના ક્ષેત્રે ટેક્નોલોજીકલ પ્રગતિ દ્વારા ઊભા થયેલા નવા પડકારો તથા તકોના સમાધાન માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ સેન્ટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ પ્રાઇવસી, ઓટોમેશન અને આ ઊભરતી ટેક્નોલોજીની નૈતિક અસરો જેવા મુદ્દા પર સંશોધન કરશે. તે શિક્ષણ જગત, સરકારી સંસ્થાઓ, નિયમનકારી સત્તામંડળો અને ખાનગી ક્ષેત્ર વચ્ચેના સહયોગને પ્રોત્સાહન આપશે જેથી કાયદાકીય નિયમનના નવા મોડલ્સ વિકસાવી શકાય અને આધુનિક કાયદાકીય ટેક્નોલોજીનું જતન કરી શકાય.

આ પ્રસંગે ભારતના એટર્ની જનરલ શ્રી આર વેંકટરામાની, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન શ્રી મનન કુમાર મિશ્રા, જેએસડબ્લ્યુ ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતી સંગીતા જિંદાલ, અને જેએસડબ્લ્યુ સિમેન્ટ અને જેએસડબ્લ્યુ પેઇન્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પાર્થ જિંદાલ સહિત અનેક જાણીતા દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પોતાના વિચારો વ્યક્ત કરતા જેએસડબ્લ્યુ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સજ્જન જિંદાલે જણાવ્યું હતું કે “જેએસડબ્લ્યુ ખાતે અમે શિક્ષણની પરિવર્તનકારી શક્તિમાં વિશ્વાસ રાખીએ છીએ. જેએસડબ્લ્યુ સેન્ટર ફોર ધ ફ્યુચર ઓફ લૉની સ્થાપના અને એકેડમિક બ્લોકનો વિકાસ એ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે જ નથી પરંતુ તે લૉ અને ટેક્નોલોજીના ઝડપથી બદલાતા ક્ષેત્રે આગળ વધવા માટે કાયદાકીય વ્યવસાયિકોની આગામી પેઢીને તૈયાર કરવા અંગે પણ છે. આ ભાગીદારી રાષ્ટ્રનિર્માણ પર કાયમી અસર ઊભી કરવા માટેની પહેલને ટેકો આપવાના અમારા વિઝન સાથે સંલગ્ન છે.”

જેએસડબ્લ્યુ ફાઉન્ડેશનના ચેરપર્સન સંગીતા જિંદાલે આના લાંબા ગાળાના લાભો રજૂ કરતાં જણાવ્યું હતું કે “એનએલએસઆઈયુના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અમારા રોકાણનો ઉદ્દેશ એવું વાતાવરણ ઊભું કરવાનો છે જ્યાં વિદ્યાર્થીઓ ન કેવળ શૈક્ષણિક જ્ઞાન મેળવે પરંતુ તેઓ સમાજના પડકારોનું સમાધાન લાવવી માટે સશક્ત પણ બને. અમે માનીએ છીએ કે ભારતમાં કાયદાનું ભવિષ્ય એવા વ્યવસાયિકો ઘડશે

જેઓ ન્યાય તથા સમાનતાના સિદ્ધાંતો સાથે રાખીને નવી ટેક્નોલોજી સાથે તાલમેલ મિલાવવા તૈયાર હોય. જેએસડબ્લ્યુ એકેડમિક બ્લોક અને સેન્ટર ફોર ધ ફ્યુચર ઓફ લૉ આ વિઝનને હાંસલ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે.”

જેએસડબ્લ્યુ સિમેન્ટ અને જેએસડબ્લ્યુ પેઇન્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર પાર્થ જિંદાલે જણાવ્યું હતું કે “કાયદાના ક્ષેત્રે ટેક્નોલોજી કોન્ટ્રાક્ટ એનાલિસીસ માટે એઆઈ-પાવર્ડ ટૂલ્સથી માંડીને દાવાઓમાં ઓટોમેશન સુધી ઝડપથી બદલાઈ રહી છે. જેએસ ડબ્લ્યુ સેન્ટર ફોર ધ ફ્યુચર ઓફ લૉ એનએલએસઆઈયુને આ નવીનતાઓમાં મોખરે રાખશે અને સુનિશ્ચિત કરશે કે ભવિષ્યના કાયદાકીય વ્યવસાયિકો તેની સાથે જોડાવા માટે અને આ ટેક્નોલોજીને નિયંત્રિત કરવા માટે તૈયાર છે.  એનએલએસઆઈયુ સાથેની અમારી ભાગીદારી ભવિષ્યના લીડર્સને સશક્ત બનાવે તેવી વિશ્વકક્ષાની શૈક્ષણિક તકો ઊભી કરવા માટે જેએસડબ્લ્યુની પ્રતિબદ્ધતા દર્શાવે છે.”

આ સહયોગ સાથે જેએસડબ્લ્યુ ગ્રુપ અને એનએલએસાઈયુ ભારતમાં કાયદાકીય શિક્ષણના ભવિષ્યને આકાર આપવા માટે સંયુક્ત પણે પ્રતિબદ્ધ છે અને તેને વધુ સમાવેશક, ટેક્નોલોજી આધારિત તથા વ્યવસાયની બદલાતી ગતિશીલતાઓનો પ્રતિસાદ આપનારું બનાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.