Western Times News

Gujarati News

સોની ઈન્ડિયાએ વેરેબલ સિનેમેટિક અનુભવ માટે BRAVIA Theatre U લોન્ચ કર્યું

નવી દિલ્હી23 સપ્ટેમ્બર, 2024 – સોની ઈન્ડિયા જેની અત્યંત આતુરતાથી પ્રતીક્ષા થઈ રહી હતી તે BRAVIA Theatre Uના લોન્ચિંગની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. આ અત્યાધુનિક હોમ એન્ટરટેઇનમેન્ટ સોલ્યુશન તમારા લિવિંગ રૂમમાં આરામદાયક રીતે ઇમર્સિવ સિનેમેટિક અનુભવ પૂરો પાડવા માટે બનાવવામાં આવ્યું છે. નવું વાયરલેસ નેકબેન્ડ સ્પીકર ઇમર્સિવ સાઉન્ડ પૂરો પાડે છે જે ખુલ્લામાં રહીને પણ અંગતરીતે સાંભળવા માટે તમારા કાનને અનેરો અનુભવ આપે છે. Sony India launches BRAVIA Theatre U for wearable cinematic experience.

BRAVIA Theatre U આસપાસની ચિંતા કર્યા વિના ઊંચા અવાજે ઇમર્સિવ સિનેમા અનુભવ પૂરો પાડે છે. BRAVIA Theatre U ને કમ્પેટિબલ BRAVIA સાથે જોડીને દિલધડક અનુભવ માણો અને મૂવીઝને ખૂબ જ ઇમર્સિવ બનાવો. સોનીના કમ્પેટિબલ BRAVIA TVs[i] સાથે પેર કરવામાં આવે ત્યારે 360 સ્પેટિલ સાઉન્ડ એટમોસ્ફેરિક લિસનિંગ માટે તેનું પોતાનું સ્પેટિયલ સાઉન્ડ ફિલ્ડ બનાવે છે.

એક્સ-બેલેન્સ્ડ સ્પીકર યુનિટ સિનેમા જેવી ગુણવત્તાના ઓડિયો સાથે મૂવીઝ અને ડ્રામાના અનુભવને વધારે છે જેથી કલાકારો દ્વારા બોલવામાં આવતો દરેક શબ્દ સ્પષ્ટ અને ચોક્સાઇપૂર્વક સાંભળી શકાય. Speaker Add ફંક્શનની મદદથી બે BRAVIA Theatre U સ્પીકર્સને સિંગલ ટીવી અથવા અન્ય ડિવાઇસીસ સાથે કનેક્ટ કરો. BRAVIA Theatre U લાંબા સમય સુધી મૂવી જોવા માટે ખૂબ જ આરામદાયક અનુભવ આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

સિક્યોર ફિટ સાથે હળવા વજનની ડિઝાઇન સુનિશ્ચિત કરે છે કે તમારા ગળા અને ખભાના ભાગો રિલેક્સ રહે પછી ભલે તમે ગમે તેટલા સમય સુધી મૂવીઝ જુઓગેમ રમો કે પછી કામ કરો.

તેના કુશન મટિરિયલ્સ આરામદાયક અનુભવ આપે છે જ્યારે એડજસ્ટેબલ ફીચર્સથી વિવિધ સાઇઝના માથાને અનુકૂળ થઈ જાય છે જેનાથી એકંદરે વેરેબિલિટી વધે છે. અર્ગોનોમિક બિલ્ડ આરામદાયક છતાં સાનુકૂળ ફિટ સુનિશ્ચિત કરે છે જેનાથી યુઝર્સ કોઈ પણ સમસ્યા વિના કલાકો સુધી તેમની મનપસંદ મૂવી જોવામાં ગળાડૂબ થઈ શકે છે.

BRAVIA Theatre U એ BRAVIA TVs[ii] ને કોમ્પ્લીમેન્ટ કરવા માટે બનાવવામાં આવ્યું છે જે અદ્વિતીય હોમ એન્ટરટેઇનમેન્ટ અનુભવ આપે છે. BRAVIA TVs સાથે પેરિંગ કરતા તે વિઝ્યુઅલ અને ઓડિયો સિનર્જી વધારે છે જે વાઇબ્રન્ટ 4K HDR ઇમેજરી અને ઇમર્સિવ સાઉન્ડ પૂરો પાડે છે.

તે અભૂતપૂર્વ 12 કલાકની બેટરી લાઇફ આપે છે જે લાંબો સમય સુધી મૂવી જોવા કે ગેમિંગ સેશન માટે વિક્ષેપ વિનાનું મનોરંજન સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંતક્વિક ચાર્જ ફીચર માત્ર 10 મિનિટના ચાર્જ પર વધારાના એક કલાકનો પ્લેટાઇમ આપે છે. પ્રિસાઇઝ વોઇસ પિકઅપ ટેક્નોલોજીનો ઉપયોગ કરતું એઆઈ-આધારિત નોઇઝ રિડક્શન અલ્ગોરિધમ વિવિધ માહોલમાં ઉત્કૃષ્ટ કૉલ ક્લેરિટી પૂરી પાડે છે.

 BRAVIA Theatre U માં મલ્ટીપોઇન્ટ કનેક્શનથી યુઝર્સ વારાફરતી બે ડિવાઇસ વચ્ચે કનેક્ટ અને સ્વિચ કરી શકે છે. પોતાના હોમ એન્ટરટેઇનમેન્ટ સેટઅપમાં ફ્લેક્સિબિલિટી અને કાર્યક્ષમતા ઇચ્છતા યુઝર્સ માટે આ આદર્શ છે. BRAVIA Theatre U નું IPX4 water resistant તેને રોજબરોજના ઉપયોગ માટે આદર્શ બનાવે છે અને તે આકસ્મિક રીતે પડી જવા કે ગબડી પડવા સામે ટકાઉપણું સુનિશ્ચિત કરે છે. આ ફીચર તેની પ્રેક્ટિકલ ક્ષમતા વધારે છે જેનાથી યુઝર્સ રોજબરોજ થઈ શકે તેવા સંભવિત નુકસાનની ચિંતા કર્યા વિના તેમનું મનોરંજન માણી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.