Western Times News

Gujarati News

ભાવનગરમાં હીરાદલાલની હત્યા કરીને બાબરા પાસે મૃતદેહ સળગાવી દીધો

ભાવનગર, ભાવનગરમાં રહેતા અને હીરાની દલાલીનું કામ કરતા આધેડની ભાવનગર જિલ્લામાં હત્યા કરી નખાઈ હતી. એ પછી આરોપીઓએ છેક ૧૦૦ કિલોમીટર દૂર જઈને બાબરા નજીક લાશને સળગાવવાની કોશિશ કરી હતી.

જો કે આ બાબત જી.આર.ડી. જવાનોને ધ્યાને આવતા જાણ કરતા અમરેલી પોલીસે પહોંચીને ત્રણ શખ્સોની અટકાયત કરી હતી. આ ત્રણેયનો કબજો ભાવનગર પોલીસને સોંપાતા, પોલીસે ત્રણેય સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઈ ગામ પાસે ફરજ બજાવતા જી.આર.ડી. જવાનોને એક શંકાસ્પદ કાર નજરે પડતા પેટ્રોલીંગમાં રહેતી અમરેલી પોલીસની ટીમને જાણ કરી હતી. એ પછી પોલીસની ટીમના સભ્યો કૃષ્ણનગરથી દેવળીયા જવાના કાચા માર્ગ પર પહોંચ્યા હતા.

જ્યાં ફોર્ડ કંપનીની એક કાર શંકાસ્પદ મળી આવી હતી અને તેમાંથી ત્રણ યુવકો હતા. પોલીસે તપાસ કરતા એક વ્યકિતની લાશ સળગતી હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે ત્રણેયની પૂછપરછ કકરતા જાણવા મળ્યુ હતુ કે ગઈકાલે હીરા બજારમાં દલાલી કરતા ધીરુભાઈ રાઠોડને જ્વેલર્સ સર્કલ પાસેથી અજાણ્યા શખ્સો સાથે બેસાડી તળાજા હીરાના કામે લઈ ગયા હતા.

જ્યાં તેનું ખૂન કરી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ બાબરાથી તેમની લાશ મળી આવી છે. ધીરુભાઈ રાઠોડ હાદાનગરના રહેવાસી હતા અને હીરા દલાલીનું કામ કરતા હતા.ભાવનગર જિલ્લામાં હીરા દલાલની હત્યા નિપજાવ્યા બાદ આરોપીઓ દ્વારા બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યા હતા.

ધરાઈ ગામ નજીક વેરાન જગ્યામાં રાત્રિના અંધકારમાં લાશને સળગાવી પુરાવાનો નાશ કરવાની કોશિશ કરતા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા. આ મામલે અમરેલી ડિવિઝનના ડીવાયએસપી ચિરાગ દેસાઈએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, ગતરાત્રિના ત્રણ વાગ્યા આસપાસ બાબરા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી.

ત્યારે ધરાઈ ગામ નજીક જીઆરડી જવાન દ્વારા પેટ્રોલીંગ ટીમને શંકાસ્પદ કાર અંગે માહિતી આપી હતી. . જેમાં ત્રણ વ્યકિતઓ હતા. થોડી દૂર કંઈક સળગતું દેખાતા પોલીસે ચેક કર્યું તો કોઈ વ્યકિતને સળગાવવામાં આવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.