Western Times News

Gujarati News

ગાંધીનગરમાં યોજાઈ રહેલા ત્રિ-દિવસીય પાંચમાં ડેકોરાઈઝ-2024માં 250થી વધુ ઈવેન્ટ કંપનીઓએ ભાગ લીધો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડેકોરાઈઝ વેલફેર એસોસિએશન, અમદાવાદના સહયોગથી ગાંધીનગરમાં યોજાઈ રહેલા ત્રિ-દિવસીય પાંચમાં ડેકોરાઈઝ-2024 પ્રદર્શન તેમજ મંડપ હાયરર્સ ઈલેક્ટ્રિકલ એસોસિયેશન, ગુજરાતના 30મા વાર્ષિક અધિવેશનનો પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે ત્રણ વ્યક્તિ વિશેષોનું લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસના આ વિશાળ પ્રદર્શનમાં વિવિધ રાજ્યોમાંથી સહભાગી થયેલ 250થી વધુ ડેકોરેશન એન્ડ ઇવેન્ટ કંપનીઝના સ્ટોલ્સની મુલાકાત લઈ તેમની ઇનોવેટિવ પ્રોડક્ટ્સ નિહાળી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રદર્શન સાથે જ મંડપ હાયરર્સ ઈલેક્ટ્રિકલ એસોસિયેશન ગુજરાતના 30માં વાર્ષિક અધિવેશનના પ્રારંભ કરાવ્યો હતો.

તેમણે પ્રદર્શનના અલગ-અલગ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી અને એસોસિએશનના ત્રણ વરિષ્ઠ સભ્યોનું લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી ગૌરવ સન્માન કર્યું હતું. આ એવોર્ડ્સ મેળવનારાઓમાં નટુભાઈ ભટ્ટ ,સમીર શાહ અને સ્વ. શ્રી જગદીશભાઈ ભાવસારનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ ઉદઘાટન અવસરે ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબહેનમેયર શ્રીમતી મીરાબહેનસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ગૌરાંગભાઈ તેમજ એસોસિએશનના પ્રમુખ સેક્રેટરી અને ખજાનચી તથા એક્ઝિક્યુટિવ મેમ્બર્સ પણ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.