Western Times News

Gujarati News

ચાર યુવકોને ડૂબતાં બચાવનાર દીકરીને ઈનામમાં માત્ર ર૦૦ મળ્યા !

(એજન્સી)આગ્રા, ઉત્તરપ્રદેશમાં આગ્રામાં ગત મંગળવારે ગણેશ વિસર્જન દરમ્યાન યમુનામાં નહાવા ઉતરેલા ફીરોઝાબાદના ચાર યુવકો ડુબવા લાગ્યા હતા. આ દરમ્યાન ઘાટ નજીક પુજચા સામગ્રી વેચતી ૧૮ વર્ષીય મોહીની ગોસ્વામીએ સાહસ બતાવી પોતાના જીવની પરવા કર્યા વગર ચારે યુવકોને બચાવવા યમુનામાં છલાંગ લગાવી હતી.

An 18-year-old class 10 student, who sells flowers and puja items at the Bateshwar Ghat in Agra district, rescued four youths from drowning in the treacherous waters of Yamuna river.

મોહીનીની હિંમતથી બીજાને પણ પ્રોત્સાહન મળ્યું અને એક દોરડું નદીમાં ફેકયું. મોહીનીએ દોરડાની મદદથી ચારેય યુવકોને એક પછી એક સુરક્ષીત બહાર કાઢયા. બાજુમાં ઉભેલા લોકો જેમણે આ દ્રશ્ય જોયું તેઓ મોહીનીની હિમતની પ્રશંસા કરતા થાકયા નહી. ચારેય યુવકો પોતાના ઘરે પરત ફર્યા. બીજી તરફ મંદીર પ્રશાસનને દીકરીના આ સાહસ બદલ ર૦૦ રૂપિયા ઈનામમાં આપ્યા હતા.

આ ઘટના બાદ મોહીનીનો વીડીયો સોશીયલ મીડીયા પર વાઈરલ થઈ રહયો છે. લોકો મોહીનીની હિંમત અને સાહસના વખાણ કરી રહયાં છે. પ્રત્યક્ષદશીઓઅનું કહેવું છેકે છોકરી હોવા છતાં મોહીનીએ જે હિંમત દાખવી યુવકોને ડુબતા બચાવ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.