રૂ.૫૦૦ની લાંચમાં મોરબીના પોલીસ કર્મચારીને પાંચ વર્ષની કેદની સજા
 
        મોરબી, મોરબીના માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ પાસપોર્ટ વેરીફીકેશન માટે અરજદાર પાસેથી ૫૦૦ રૂપિયાની લાંચ માંગી હતી. જેના કેસમાં કોર્ટે આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. પાંચ હજારનો દંડ ફટકાર્યાે છે.
સમગ્ર મામલો ૧૭માર્ચ ૨૦૧૪નો છે. જેમાં ફરિયાદી મનોજભાઈ નિરંજનભાઈના ભાભી પૂજાને તેના પતિ પાસે નૈરોબી જવાનું હતું. આ માટે તેમણે પાસપોર્ટ મેળવવા માટે અરજી કરી હતી. જેના માટે પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવે છે. પુજાબેનને ૧૭ માર્ચ ૨૦૧૪ના રોજ માળિયા પોલીસ સ્ટેશનમાંથી વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા.
પોલીસ કર્મચારી અમરતભાઈએ સહી લીધી બાદમાં ૫૦૦ રૂપિયાની લાંચ માંગી હતી. ચલણ ફી હતી તો પછી શેના રૂપિયા માંગો છો તેવું પૂછાતા પાસપોર્ટ ઇન્ક્વાયરીને લગતી કામગીરી માટે વ્યવહાર પેટે ૫૦૦ આપવા પડશે નહીતર પાસપોર્ટ બનશે નહિ તેવું કહ્યું હતું.
આખરે આ મામલે એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી અને બાદમાં એસીબીની ટીમે છટકું ગોઠવી પોલીસ કર્મચારીને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો. આ કેસ મોરબીના સ્પેશ્યલ જજ (એસીબી) અને પ્રિન્સીપાલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો.
તમામ દલીલો તેમજ સાત મૌખિક અને ૩૫ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને કોર્ટે આરોપી પોલીસ કર્મચારી અમરતભાઈ માવજીભાઈ મકવાણાને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ કર્યાે છે. ફરીયાદી પાસે પોતાના નામના બે પાનકાર્ડ થઈ ગયા હતા.
જેથી પોતે પોતાનું નવુ પાનકાર્ડ રદ કરાવવા ઇન્કમટેક્ષ કચેરી, દ્વારકા ખાતે ગયા હતા. આ વખતે આ કામના આરોપી ઈન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર સુનિલકુમાર અરવિંદકુમાર મીનાએ બે પાનકાર્ડ ધરાવવા માટે પેનલ્ટી અને જેલની સજા થઈ શકે તેમ કહી રૂપિયા ૧૦,૦૦૦ પેનલ્ટી થશે તેમ કરી ડરાવ્યા હતા.
એ પછી પેનલ્ટી ભરવી ન હોય તો તેના રૂ.૩,૦૦૦ લાંચ માગી હતી. આથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતાં, દેવભૂમિ દ્વારકા પીઆઈ આર.એન.વિરાણી અને એસીબીના મદદનીશ નિયામક સુપરવિઝન ઓફીસર કે.એચ ગોહિલે છટકું ગોઠવીને આરોપીને ઝડપી લીધા હતા.SS1MS

 
                 
                 
                