Western Times News

Gujarati News

રેલવે પાટા પરના ‘ભાંગફોડિયાઓ’ સામે કડક પગલાં લેવાશે: રેલવે મંત્રી

નવી દિલ્હી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેના પાટા પર તોડફોડ કરી ટ્રેન અકસ્માતના ષડયંત્રનો પ્રયાસ કરનારા તત્વોનો કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે મંગળવારે જણાવ્યું હતું કે, સરકારે છેલ્લા કેટલાક સમયમાં દેશભરમાં રેલવે ટ્રેકના તોડફોડની વારંવાર બનતી ઘટનાઓને અટકાવવા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ), ડીજીપી અને ગૃહ સચિવોને જવાબદારી સોંપી છે.

રેલવે મંત્રીએ જયપુરમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારો, ડીજીપી અને ગૃહ સચિવો સાથે વાટાઘાટ ચાલી રહી છે. એનઆઇએની પણ સેવા લેવાઈ રહી છે. આવા અકસ્માતનો પ્રયાસ કરનાર સામે કડક પગલાં લેવાશે. આ અમારો નિર્ધાર છે.

કેન્દ્ર સરકાર સુરક્ષા સંબંધી જોખમને બહુ ગંભીરતાથી લે છે.” છેલ્લા કેટલાક સમયમાં ડ્રાઇવર્સે રેલવે ટ્રેક પર જોખમી ચીજો નજરે પડતા ટ્રેન અટકાવી હતી. રેલવે મુસાફરોને જીવને જોખમમાં મૂકવા તેમજ ટ્રેનના અકસ્માતના ઇરાદાથી આવું કરાયું હતું. ત્યાર પછી સરકાર સતર્ક બની છે.

તાજેતરમાં મહાબોધી એક્સપ્રેસ પર મિરઝાપુર સ્ટેશનની નજીક પથ્થરમારો કરાયો હતો. મેન્ટેનન્સ સ્ટાફના સભ્ય સીટી રવિકેશ યાદવે જણાવ્યું હતું કે, સાંજે ૭ઃ૨૧ની આસપાસ એક અજાણી વ્યક્તિએ ફેંકેલો પથ્થર ગાર્ડની બ્રેકને વાગ્યો હતો. સદનસીબે કોઇને ઇજા થઈ ન હતી.

ઉત્તર મધ્ય રેલવેના સીપીઆરઓ શશિકાંત ત્રિપાડીએ જણાવ્યું હતું કે, “મહાબોધી એક્સપ્રેસ મિરઝાપુર નજીક પહોંચી ત્યારે કોચ એટેન્ડન્ટ અને ગાર્ડે બ્રેક વાન પર પથ્થર ફેંકાયો હોવાની માહિતી આપી હતી. તેની જાણ આરપીએફને કરાઈ હતી અને અકસ્માત ટાળી શકાયો હતો.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.