Western Times News

Gujarati News

શ્રદ્ધા કપૂર અને આદિત્ય રાયે ચાહકોને આશિકી ૨ની યાદ અપાવી

મુંબઈ, તાજેતરમાં આદિત્ય અને શ્રદ્ધાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં વરસાદ વચ્ચે એક ઇવેન્ટમાં છત્રી નીચે બંને એકબીજાને ગળે મળી રહ્યા છે.વર્ષ ૨૦૧૩માં રિલીઝ થયેલી લોકોના દિલ જીતનારી ફિલ્મ ‘આશિકી ૨’ની આદિત્ય અને શ્રદ્ધાની કેમેસ્ટ્રી આજે પણ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. આ ફિલ્મ રિલીઝ થયા પછી બંનેના અફેરની ચર્ચા થવા લાગી હતી.

મીડિયા રિપોટ્‌ર્સમાં દાવો કરવામાં આવે છે કે બંને એક-બીજાને પ્રેમ કરતા હતા અને તેમને સાથે રહેવું પસંદ પણ હતું. બંને ડેટ પણ કરતા હતા. પણ વર્ષ ૨૦૧૬માં બંને અલગ થઈ ગયા હતા. ત્યારે તાજેતરમાં જ બંને એક ઇવેન્ટમાં એક બીજાને હગ કરતા જોવા મળ્યા છે.

બંને આ રીતે જોઈને લોકોને ‘આશિકી ૨’ની યાદ આવી ગઈ. હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં જ જ્યારે આદિત્ય અને શ્રદ્ધા એક સાથે જોવા મળ્યા ત્યારે વરસાદ થઈ રહ્યો હતો. વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં શ્રદ્ધા કપૂર એક જગ્યાએ ઉભી છે ત્યારે આદિત્ય રોય પાછળથી આવીને તેને મળે છે. આદિત્યને જોતાં જ શ્રદ્ધા તેને ગળે લગાવે છે.

આ મોમેન્ટ તેમની ફિલ્મ ‘આશિકી ૨’ના ગીત ‘તુમ હી હો’ જેવો જ છે. આ વિડીયોને જોઈને ફેન્સ ખૂબ ખુશ થઈ રહ્યા છે અને ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. જેમાં એક યુઝર લખે છે કે, ‘વરસાદ અને ફરી બંને સાથે.’ બીજાએ લખ્યું, ‘બંને કેટલ ક્લાસી દેખાઈ રહ્યા છે.’

આદિત્યની ડેટિંગ લાઈફ વિશે વાત કરી તો શ્રદ્ધા પછી પણ એક્ટરનું નામ ઘણી એક્ટ્રેસ સાથે જોડાયેલું છે. થોડા સમય પહેલા જ એક્ટર અનન્યા પાંડેને ડેટ કરી રહ્યા હતા. બંને ઘણી વાર સાથે દેખાયેલા છે. પરંતુ હવે બંનેના બ્રેકઅપના સમાચાર મળી રહ્યા છે. અને શ્રદ્ધાની વાત કરીએ તો તેનું નામ રાહુલ મોદી સાથે જોડાયેલું હતું.

એક્ટ્રેસે થોડા સમય પહેલા જ રાહુલ મોદી સાથે ફોટો શેયર કરી રિલેશનશીપ કન્ફોર્મ કરી હતી. પરંતુ પછી અભિનેત્રીએ રાહુલને ઇન્સ્ટાગ્રામ પરથી અનફોલો કર્યો હતો અને અત્યારે રિપોટ્‌ર્સમાં અભિનેત્રીનું બ્રેકઅપ થયું જાણવા મળ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.