Western Times News

Gujarati News

કલમ ૩૭૦ પરત લાવવાની હિંમત રાહુલ ગાંધીની ત્રણ પેઢીમાં પણ નથીઃ અમિત શાહ

(એજન્સી)જમ્મુ, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવાર ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૪ જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું હતું.

તેમણે કહ્યું, રાહુલ બાબા કહે છે કે અમે ૩૭૦ પાછી લાવીશું. હું આ મંચ પરથી કહેવા માંગુ છું કે રાહુલ બાબા તમારા શું, તમારી ત્રણ પેઢીઓ પાસે એટલી તાકાત નથી કે તે ૩૭૦ પાછી લાવી શકે.

અમિત શાહે વધુમાં કહ્યું કે મોદીજીની સરકારમાં ન તો પથ્થરમારો છે કે ન તો આતંકવાદ. રાહુલ બાબાએ ગઈ કાલે કહ્યું હતું કે અમે રાજ્યનો દરજ્જો આપીશું. દેશની સંસદમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પછી અમે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપીશું. જમ્મુ-કાશ્મીરને ચોક્કસ રાજ્યનો દરજ્જો મળશે, પરંતુ નરેન્દ્ર મોદી આપશે. ઓમર અબ્દુલ્લા અને રાહુલ બાબા કહે છે કે અમે કાશ્મીરમાં લોકશાહી લાવીશું,

આ  પરિવારોએ જમ્મુ-કાશ્મીરને ૭૦ વર્ષ સુધી વિભાજિત રાખ્યું. શું અહીં અગાઉ ચૂંટણી યોજાઈ હતી? આપણા નેતા મોદીજીએ આ કામ કર્યું છે. આ લોકોએ પોતાના જ લોકોને ટિકિટ આપીને પોતાના નેતાઓને નેતા બનાવી દીધા છે. અમિત શાહે વધુમાં કહ્યું કે મારું હેલિકોપ્ટર અહીં લેન્ડ થવાનું હતું, પરંતુ લેન્ડ થઈ શક્યું નહીં. હું ઉધમપુર આવ્યો.

મેં ડ્રાઈવરને પૂછ્યું કે અહીં પહોંચવામાં ૧ કલાક લાગશે, પરંતુ ડ્રાઈવરે કહ્યું કે રસ્તો સારો હોવાથી ૨૫ મિનિટ લાગશે. આ રોડ બનાવવાનું કામ મોદીજીએ કર્યું છે. તેણે આગળ પૂછ્યું કે શું અફલ ગુરુને ફાંસી આપવી જોઈતી હતી કે નહીં? જે પણ આતંક ફેલાવશે તેનો જવાબ ફાંસી દ્વારા જ આપવામાં આવશે. શિંદે સાહેબે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે હું મંત્રી હતો પણ લાલચોક આવતા ડરતો હતો, પણ આજે શિંદે સાહેબ, બુલેટ પ્રુફ વાહનની પણ જરૂર નથી, તમે તમારા પરિવાર સાથે આવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.