Western Times News

Gujarati News

રીયલ એસ્ટેટમાં મંદી નથી, ર૦૪૭ સુધીમાં ૧૦ ટ્રિલીયન ડોલરનુ થશે બજાર

(એજન્સી)નવીદિલ્હી, ભારતીય રીયલ એસ્ટેટ માર્કેટમાં મંદીના કોઈ સંકેત દેખાતા નથી. આવાસની માંગ સદાબહાર અને મજબુત રહે છે. આ માંગને પહોચી વળવા માટે વધુ રેસીડેન્સીયલ પ્રોજેકટ શરૂ કરવાની જરૂર છે.

રીયલ્ટી સેકટરની સર્વોચ્ચ કન્સસ્ટન્ટ ક્રેડાઈઅને રિયલ એસ્ટેટ ઈન્ડીયાનું કહેવું છેકે ર૦૪૭ સુધીમાં ભારતીય રીયલ એસ્ટેટ માર્કેટનું કદ અનેકગણું વધીને પાંચથી સાત ટ્રીલીયન ડોલર સુધી પહોચી શકે છે. વધતી જતી આર્થિક વૃદ્ધિ અને ઝડપી શહેરીકરણ સાથે તે ૧૦ ટ્રીલીયન ડોલર સુધી પણ પહોચી શકે છે.

વર્તમાન કવાર્ટરમાં વેચાણમાં અપેક્ષીત ઘટાડા અંગે સીઆરઈડીએઆઈ નેશનલ ચેરમેન મનોજ ગોરે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરના કવાર્ટરના નવા લોન્ચ ઓછા રહયા છે. સારાર ડેવલપર્સ દ્વારા યોગ્ય સ્થળોએ અને આકર્ષક ભાવે ઓફર કરવામાં આવતી રહેણાંક મિલકતો ઝડપથી વેચાઈ રહરી છે. પ્રોરપઈકિવટીઓ નવા ડેટામાં અનુમાન લગાવ્યું છે.

કે જુલાઈ-સપ્ટેમ્બરમાં ભારતના નવ મોટા શહેરોમાં મકાનોનું વેચાણ ૧૮ ટકા ઘટીને ૧,૦૪,૩૯૩ યુનીટ થયું છે. રીઅલ એસ્ટેટ વૃદ્ધિ મોટા શહેરોની સીમાઓથી આગળ વધીને ઘણા નાના શહેરો સુધી વિસ્તરશે… ર૦૪૭ સુધીમાં દેશની પ૦ ટકા વસ્તી શહેરોમાં રહેતી હશે. આનો ઉપયોગ રહેણાંક ઓફીસ, ડેટા સેન્ટર અને છુટક સ્થળોએ થઈ શકે છે.

ભારતીય જીડીપીમાં રીયલ એસ્ટેટ સેકટરનો હિસ્સો ર૦૪૭ સુધીમાં વધીને ૧૪-ર૦ ટકા થવાની ધારણા છે. રિયલ એસ્ટેટમાં આ લાંબા ગાળાની વૃદ્ધિમાં છ મુખ્ય પરીબળો ભુમીકા ભજવશે. આ છ પરીબળો છે. ઝડપી શહેરીકરણ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, ડીજીટલાઈઝેશન, વસ્તી વિષયક પરીવર્તન, ટકાઉપણું અને રોકાણ વૈવિધ્યકરણ.

ક્રેડાઈના રાષ્ટ્રીય અધ્યક્ષ બોમન ઈરાનીએ કહયું કે, રિયલ એસ્ટેટ સેકટરમાં જીએસટી ઈનપુટ ક્રેડીટની જોગવાઈની જરૂર છે. તેમણે કહયું કે, રીયલ્ટી સેકટરમાં કિમતો ઝડપથી વધી છે. આવી સ્થિતીમાં એફોડેબલ હાઉસીગની વ્યાખ્યા બદલવાની જરૂર છે. જેની મર્યાદા ર૦૧૭માં ૪પ લાખ રૂપિયા નકકી કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.