Western Times News

Gujarati News

સલમાનના ‘સિકંદર’ વર્કઆઉટ પર ફૅન્સ ઓવારી ગયા

મુંબઈ, સલમાન ખાને એક્શન થ્રિલર ‘સિકંદર’ માટે સ્પેશિયલ વર્કઆઉટ શરૂ કરી દીધું છે. પોતાના સોશિયલ મીડિયા પર તેણે આ વર્કઆઉટની તસવીર શેર કરી હતી. જેમાં તે સીટેડ ટેબલ રા એક્સરસાઈઝ કરતો દેખાયો હતો. આ તસવીરમાં સલમાન ખાનનું કસાયેલું શરીર સ્પષ્ટ જોઈ શકાય છે.

સલમાન ખાનની ફિટનેસ અંગે શંકાઓ સેવાઈ રહી છે તેવ સમયે આ ફોટોગ્રાફને ભરપૂર લાઈક્સ મળી રહ્યા છે. લોકોને ‘સિકંદર’ પાસે ઘણી અપેક્ષાઓ છે, કારણ કે તેમાં ઇન્ટેન્સ પર્ફાેર્મન્સ માટે સલમાન ખાસ વર્કઆઉટ કરી રહ્યો છે.સલમાનના ફૅન્સ ઉત્સુક છે કે ઇદ પર આવનારી સલમાનની આ ફિલ્મ પડદા પર કેવી કમાલ કરે છે.

સલમાને જે રીતે તેના વર્કઆઉટની ઝલક બતાવી છે, તેમાં તે ફિલ્મમાં કશુંક નવું અને અલગ લાવી રહ્યો હોવાની ચર્ચા પણ સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગઈ છે. સલમાનની ‘સિકંદર’, ‘ગજની’ ફિલ્મના ડિરેક્ટર એ આર મુર્ગાદોસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે.

તેમાં સલમાન સાથે કાજલ અગ્રવાલ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં પહેલી વખત સલમાન ખાન, રશ્મિકા મંદાના અને કાજલ અગ્રવાલ એક સાથે જોવા મળશે. જ્યારે આ ફિલ્મના પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલા આ પહેલાં ૨૦૧૪માં આવેલી સલમાનની ‘કિક’ પ્રોડ્યુસ કરી ચૂક્યા છે.

કેટલાંક એવા પણ અહેવાલો છે કે આ ફિલ્મમાં શર્મન જોશી પણ કામ કરી રહ્યો છે, જોકે, તેના નામની ઓફિશિયલ જાહેરાત હજુ થઈ નથી. તેના માટે પણ ફૅન્સ રાહમાં છે. સલમાને છેલ્લે ૨૦૨૩માં એક્શન કોમેડી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ હતી.

જેમાં તેની સાથે રાઘવ જુયાલ, પૂજા હેગડે, વેંકટેશ દગ્ગુબાતી, પલક તિવારી, શહેનાઝ ગિલ, સિદ્ધાર્થ નિગમ, જેસી ગિલ, ભાગ્યશ્રી, જગપથિ બાબુ, આસિફ શેફ અને સતીષ કૌશિક મહત્વના રોલમાં હતાં. આ ઉપરાંત સલમાન ખાન વરુણ ધવનની આવનારી ફિલ્મ ‘બૅબી જોહન’ અને ‘સિંઘમ અગેઇન’માં પણ કેમિયો કરતો જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.