Western Times News

Gujarati News

રાજ્ય સ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતીની બેઠક ગાંધીનગરમાં સંપન્ન

સમરસ હોસ્ટેલ-માનવ ગરિમા યોજના-ડૉ. આંબેડકર વિદેશ અભ્યાસ લોન સહિતની અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિઓ માટેની કલ્યાણ યોજનામાં રાજ્ય સરકારની સંતોષ પૂર્વ કામગીરીની સૌ સભ્યોએ સરાહના કરી

નાણામંત્રીશ્રી-આદિજાતિ વિકાસ મંત્રીશ્રી- સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રી બેઠકમાં સહભાગી થયા

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્ય સ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ હતી.

આ સમિતિની રચના અનુસૂચિત જાતિઓ અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર નિવારણ) સુધારા નિયમો ૨૦૧૮ અન્વયે કરવામાં આવેલી છે. Chief Minister Bhupendra Patel, Harsh Sanghvi, Kanu Desai, Kuber Dindor and Bhanuben Babria participated in the meeting of the State Level Vigilance and Monitoring Committee constituted under the Scheduled Castes, Scheduled Tribes (Prevention of Atrocities) Amendment Rules, 2018.

અનુસૂચિત જાતિજનજાતિ અને પછાત વર્ગો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ખાસ કરીને માનવ ગરિમા યોજનાઆદિ જાતિઓના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટેની ડોક્ટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન તથા શહેરોમાં અભ્યાસ સાથે આવાસ સુવિધાની સમરસ હોસ્ટેલ વગેરેમાં રાજ્ય સરકારની સંતોષપૂર્ણ કામગીરીની આ સમિતીના સભ્યોએ સરાહના કરી હતી.

 આ બેઠકમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈઆદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરસામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી તથા મુખ્ય સચિવ શ્રી રાજકુમાર પણ જોડાયા હતા.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિઓની અનામત બેઠકો પરના ચૂંટાયેલા ધારાસભ્યોશ્રીઓસાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરપ્રભુભાઈ વસાવાવિનોદભાઈ ચાવડાદિનેશ મકવાણા વગેરે પણ આ બેઠકમાં સહભાગી થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.