Western Times News

Gujarati News

પીએમશ્રી સ્કૂલ ગ્રાન્ટમાંથી શાળાએ રાષ્ટ્રીય કક્ષાએ 16 મેડલ મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું

ગુજરાતની એક એવી શાળા જે ખરા અર્થમાં વિધાર્થીઓ માટે તીર્થભૂમિ બની

ખેરાલુ તાલુકાની વિઠોડા ગામની શાળાએ ગ્રામજનો,શિક્ષકો અને આચાર્યના સંયુક્ત પ્રયાસથી અનેક સિધ્ધીઓ હાંસલ કરી

મધ્યાહન ભોજન અને બાળકો દ્વારા લાવેલ ટિફિન નો સમન્વય કરી તમામ બાળકો સાથે શિક્ષકો  જમી સમાનતા નો ભાવ જાગ્રત કરવાની અનોખી પહેલ

સ્ટાફ ,ગ્રામજનો અને બાળકોનો અનોખો સંયોગ -સાચા અર્થમાં શિક્ષણની જ્યોત જલાવી

નેશનલ સેન્ટર ફોર સ્કૂલ લીડરશીપ પ્રોગ્રામ અંતર્ગત 27 સપ્ટેમ્બરે શાળાના આચાર્યે શાળાની પ્રવૃત્તિઓ જણાવી અન્ય શાળાઓ માટે માર્ગદર્શક બન્યા

પ્રધાનમંત્રી સ્કૂલ ઓફ રાઇઝિંગ ઇન્ડિયા (પીએમશ્રી) યોજના તળે દેશભરની 14 હજારથી વધુ શાળાઓનો વિકાસ અને અપગ્રેડેશન થઇ રહ્યુ છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વિઠોડા ગામની પીએમશ્રી શ્રીમતી કમળાબેન બાબુલાલ શાહ અનુપમ પ્રાથમિક શાળાએ શિક્ષણ આપવાની આધુનિક પરિવર્તનકારી સર્વગ્રાહિ રીત અપનાવી શાળાના વિધાર્થીઓને ઉચ્ચ મુકામ હાંસલ કરવામાં સહભાગી બની છે.

પીએમશ્રી શ્રીમતી કમળાબેન બાબુલાલ શાહ અનુપમ પ્રાથમિક શાળા, વિઠોડાની શાળાના આચાર્ય કનુંભાઇ પ્રજાપતિ જણાવેછેકે ,સરકારશ્રીની પીએમશ્રી યોજના,ગ્રામજનોનો સહકાર અને શિક્ષકોના સંયુક્ત પ્રયાસથી વિઠોડાની શાળાએ આજે અનેક સિધ્ધીઓ હાંસલ કરી છે.

વિઠોડાની આ શાળામાં વિધાર્થીઓના શિક્ષણ માટે રાત્રી વાંચન અને શિક્ષણ થકી ગુણાત્મક સુધારો થયો છે. આ ઉપરાંત હરિયાળી શાળા માટે વૃક્ષોનું વાવેતર,વર્મી કંપોસ્ટ અને ઓર્ગેનાઇઝર ફર્ટીલાઇઝર શેડ થકી વિધાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવી છે.

શાળામાં મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓમાં રામદુકાન,વાંચનાલય,અક્ષયપાત્ર,હેલ્થ કોર્નર જેવા વિવિધ આયામો થકી વિધાર્થીઓમાં હકારત્મક વિચારોનું આદાન પ્રદાન અને માનવમૂલ્યોની સાચી સમજણની શિક્ષા શાળામાંથી આપવામાં આવે છે.

શાળાના પ્રવેશદ્રાર પર જ સપ્ત નદીઓ ગંગા,યમુના,ગાદાવરી,સરસ્વતી,નર્મદા,સિંધુ અને કાવેરી તેવીજ રીતે માનવજાતને સુખિ અને સમૃધ્ધ બનાવવા માટે  અદ્રિતિય યોગદાન આપ્યુ છે તેવા સાત ઋષિઓ (સપ્તર્ષિ ) કશ્યપ,અત્રિ,ભારદ્વાજ,વિશ્વામિત્ર,ગૌતમ ચિત્રો કંડારાયા છે જેનાથી બાળકોમાં ભણતર સાથે જ્ઞાનવર્ધક-આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન થાય છે.

પીએમશ્રી સ્કૂલ પ્રોગ્રામ અંતર્ગત વિઠોડાની શાળા છ પાયાના સિધ્ધાંતો પર કામ કરી રહી છે.જેમા શિક્ષણ અને સમયાંતરે મુલ્યાંકન,માળખાકિય સુવિધાઓ,માનવસંશાધન,સમાવેશી અભ્યાસ,વ્યવસ્થા-નિરીક્ષણ-ગર્વનસ સહિત સંતુષ્ટીના પાયા પર ઉત્તમ શિક્ષણ થકી ઉત્તમ નાગરિકોના નિર્માણનું કાર્ય શાળા દ્વારા થઇ રહ્યુ છે.

શાળામાં વિધાર્થીઓ માટે અલગ ચિત્ર રૂમ, અલગ સંગીત રૂમ તેમજ ડમ્બ મેનેજમેન્ટ થકી જોખમી કચરો,સેનેટરી કચરો અને ભીનો કચરો અલગ પાડી મારી શાળા સ્વચ્છ શાળાના સુત્ર સાથે સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવે છે.

વધુ માં બાળકોમાં સમાનતા નો ભાવ ઉત્પન્ન થાય તે માટે સાથે ભોજનની શાળાએ અનોખી પહેલ કરી છે.મધ્યાહન ભોજન અને બાળકોના વાલીઓ દ્વારા રિશેસમાં લાવેલ ટિફિન નો સમન્વય કરી તમામ બાળકો સાથે શિક્ષકો  જમી સમાનતા નો ભાવ જાગ્રત થાય છે.

પીએમશ્રી યોજના અંતર્ગત ઇન્ડોર સ્ટેડિયમ થકી આજે અનેક બાળકોના સર્વાંગિ વિકાસ થયો છે. ઇન્ડોર સ્ટેડિયમમાં દરરોજ સવારે નવ કલાકથી 10-45 કલાક સુધી કોચ પંકજભાઈ દ્વારા 20 પ્રકારની વિવિધ રમતોની પ્રેક્ટીસ કરાવવમાં આવે છે.

શાળામાં આ રમતોની પ્રેક્ટિસને કારણે શાળઆના વિધાર્થીઓ રાઈફલ શૂટિંગમાં  નેશનલ કક્ષાએ 16 મેડલ મેળવ્યા છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાએ 3 બાળકો બેન્કોગ ખાતે રમવા જવાના છે. વધુમા શાળાના બાળકો દ્વારા ટેકવોંડો રમતમાં 11 મેડલ  મેળવેલ છે. તેમજ આર્ચરીમાં 6 બાળકો સ્ટેટ કક્ષાએ રમવા જવાના છે જેનાથી જિલ્લા અને રાજ્યને ગૌરવપ્રાપ્ત થયું છે.

મિનિસ્ટ્રિ ઓફ એંજ્યુકેશન ન્યુ દિલ્લી પ્રેરિત નેશનલ સેન્ટર ફોર સ્કૂલ લીડરશીપ પ્રોગ્રામ અંતર્ગત 27 સપ્ટેમ્બરના રોજ શાળાના આચાર્ય કનુંભાઇ પ્રજાપતિ લાઇવ સ્ટ્રીમીંગમાં જોડાયા હતા જેઓએ શાળાની વિવિધ પ્રવૃત્તિઓ થકી અન્ય શાળાઓ માટે માર્ગદર્શક રૂપ કામ કર્યું હતું.આ સ્ટ્રીમીંગમાં NCSL. NIEPA, ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. જ્ઞાનેશ્વરી લોન્ગીયમ પણ જોડાયા હતા

શિક્ષણ એવું હોવું જોઇએ કે જે બાળકના વ્યક્તિત્વને માનસિક, શારીરિક અને આધ્યાત્મિક રીતે શ્રેષ્ઠ બનાવે. અને વિઠોડાની આ પીએમશ્રી શ્રીમતી કમળાબેન બાબુલાલ શાહ અનુપમ પ્રાથમિક શાળા  જિલ્લા અને  રાજય સ્તરના અધિકારીઓના સતત માર્ગદર્શનથી રાષ્ટ્રને ઉત્તમ નાગરિક આપવાના પ્રયાસના ભાગ રૂપે ઉચ્ચત્તમ શિક્ષણનો વારસો આપી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.