Western Times News

Gujarati News

સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ

નવી દિલ્હી, આજે આૅક્ટોબર મહિનાનો પહેલો દિવસ છે અને આ પહેલા જ દિવસે મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. મંગળવારે વહેલી સવારે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે ૧ ઓક્ટોબર ૨૦૨૪થી ઓઈલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો છે.

જો કે, આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો માત્ર ૧૯ કિ.ગ્રા કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે કરવામાં આવ્યો છે, તેલ કંપનીઓએ ૧૪ કિ.ગ્રાના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. ભાવ વધારા બાદ હવે નવા ભાવ પણ સામે આવ્યા છે.

તેમના મતે રાજધાની દિલ્હીમાં સિલિન્ડરની કિંમત ૧૬૯૧.૫૦ રૂપિયાથી વધીને ૧૭૪૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. જો આપણે ઈન્ડિયન ઓઈલ કોર્પાેરેશન લિમિટેડની વેબસાઈટ પર નજર કરીએ તો ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમતો ૧ ઓક્ટોબરથી લાગુ થઈ ગઈ છે.

જો આપણે રાજધાની દિલ્હી સિવાયના મહાનગરોની વાત કરીએ તો મુંબઈમાં ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત સપ્ટેમ્બર મહિનામાં ૧૬૦૫ રૂપિયાથી વધારીને ૧૬૪૪ રૂપિયા કરવામાં આવી હતી, ત્યારબાદ તેને ફરી એકવાર વધારીને ૧૬૯૨.૫૦ આપવામાં આવી છે.

આ ઉપરાંત અત્યાર સુધી કોમર્શિયલ સિલિન્ડર કોલકાતામાં ૧૮૦૨.૫૦ રૂપિયામાં ઉપલબ્ધ હતો પરંતુ હવે તે ૧૮૫૦.૫૦ રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય ચેન્નઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ૧૯૦૩ રૂપિયા થઈ ગઈ છે જે અત્યાર સુધી ૧૮૫૫ રૂપિયા હતી.

સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે બદલાય છે. ક્યારેક ભાવ વધે છે, ક્યારેક ઘટે છે તો ક્યારેક સ્થિર રહે છે. આજે ૧ ઓક્ટોબરના રોજ એલપીજી સિલિન્ડરના નવા દરો જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે પણ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અત્યારે પણ ૧૪ કિલોના સિલિન્ડરની કિંમત માત્ર ૮૦૩ રૂપિયા છે.

જોકે, કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં સતત ત્રીજા મહિને વધારો થયો છે. આ વખતે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ રેટ મુજબ, ૧ ઓક્ટોબર, ૨૦૨૪થી દિલ્હીમાં ૧૯ કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર ૧૭૪૦ રૂપિયામાં ઉપલબ્ધ છે, જે પહેલા ૧૬૯૧.૫૦ રૂપિયા હતો.

મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે ૧૬૯૨.૫૦ રૂપિયા, કોલકાતામાં ૧૮૫૦.૫૦ રૂપિયા અને ચેન્નઈમાં ૧૯૦૩ રૂપિયા થઈ ગઈ છે. અગાઉ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.

સપ્ટેમ્બરમાં ૩૯ રૂપિયા મોંઘો થયો હતો. ઓગસ્ટ મહિનામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ૮.૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જુલાઇમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.