Western Times News

Gujarati News

૪૫૦ કરોડના બજેટમાં બનેલી ‘ગેમ ચેન્જર’ની રિલીઝ ડેટ ચેન્જ

મુંબઈ, સાઉથના પ્રખ્યાત અભિનેતા રામ ચરણ આરઆરઆર ફિલ્મ પછી ચાહકો ફરી એકવાર તેને લાર્જર ધેન લાઇફના રોલમાં જોવા માંગે છે. આરઆરઆર પછી તે ૨૦૨૨માં ‘આચાર્ય’ નામની ફિલ્મમાં જોવા મળ્યો હતો, પરંતુ તે ફિલ્મ કંઈ ખાસ કરી શકી નહીં. હવે તેની આગામી ફિલ્મ ‘ગેમ ચેન્જર’ની લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે. જે આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે.

જો કે હવે સમાચાર આવી રહ્યા છે કે, આ ફિલ્મને રિલીઝ ડેટ ચેન્જ થઇ શકે છે. એસ.શંકર દ્વારા નિર્દેશિત ‘ગેમ ચેન્જર’માં રામ ચરણની સામે કિયારા અડવાણી જોવા મળશે. આ ફિલ્મ પહેલા ૨૦ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ હવે એવું કહેવાઈ રહ્યું છે કે તેની રિલીઝ ડેટને આગળ વધારવામાં આવી શકે છે.

એક અહેવાલ અનુસાર ફિલ્મ હવે ૨૫ ડિસેમ્બરે રિલીઝ થઈ શકે છે. એટલે કે ફિલ્મ રિલીઝ થવામાં ૫ દિવસનો વિલંબ થઇ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ નિર્માતા તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરી શકે છે. જો કે, અત્યાર સુધીમાં અંગે નિર્માતાઓ દ્વારા કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ જો આ ફિલ્મની રિલીઝ ડેટ લંબાવવામાં આવશે તો તેની સીધી ટક્કર વરુણ ધવનની ફિલ્મ ‘બેબી જોન’ સાથે થશે.

‘બેબી જોન’ પણ ૨૫મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ડાયરેક્ટર એટલી કુમાર આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. ‘ગેમ ચેન્જર’માં રામ ચરણ અને કિયારા અડવાણી ઉપરાંત એસ.જે સૂર્યા અને દિલ રાજુ પણ જોવા મળશે. નિર્માતાઓએ આ ફિલ્મને બનાવવામાં ઘણો ખર્ચ કરી રહ્યા છે. એક અહેવાલ અનુસાર આ ફિલ્મનું બજેટ લગભગ ૪૫૦ કરોડ રૂપિયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.