Western Times News

Latest News in Gujarat

ગુજરાતમાં ISનું થાણું સ્થાપવાના ષડયંત્રનો પર્દાફાશ

વડોદરામાંથી ઝડપાયેલા આંતકીએ કરેલી ચોંકાવનારી કબુલાત : પ્રજાસત્તાક દિને હુમલાનું ષડયંત્ર રચાયુ હતું

અમદાવાદ: દિલ્હીમાંથી આઈએસના મોડ્યુલનો પર્દાફાશ કરી સ્થાનિક પોલીસે ત્રણ આંતકવાદીઓની ધરપકડ કરી તેની પુછપરછના આધારે ગુજરાત એટીએસે વડોદરામાંથી ખૂંખાર આંતકવાદીને ઝડપી લઈ તેની પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે આરોપીએ કબુલ્યુ છે કે દેશના વિકસિત રાજયોમાં તથા મોટા શહેરોમાં તા.ર૬મી જાન્યુઆરીના રોજ મોટાપાયે હુમલા કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. આ કબુલાત બાદ ગુજરાત પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને વડોદરા સહિત રાજયના તમામ મોટા શહેરોમાં સઘન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.


ગુજરાતમાં આઈએસનું નેટવર્ક વધારવા તથા નિર્દોષ યુવકોને લાલચો આપી આઈએસમાં જાડાવા માટે એક વ્યવસ્થિત  ષડયંત્ર રચવામાં આવેલું છે જેનો પર્દાફાશ થતા જ ગુજરાત પોલીસ એલર્ટ થઈ ગઈ છે વડોદરામાંથી પકડાયેલા આંતકવાદીની પુછપરછ બાદ કેટલીક મહત્વપૂર્ણ વિગતોના આધારે પોલીસે અન્ય શકમંદો ઉપર નજર રાખવાનું શરૂ કર્યું છે અને આગામી બે દિવસમાં આ મુદ્દે કેટલીક મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવે તેવુ મનાઈ રહયું છે. હાલમાં ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા એટીએસના અધિકારીઓ આરોપીની પુછપરછ કરી રહયા છે. આ ઉપરાંત દિલ્હીથી પણ એનઆઈએના અધિકારીઓ ગુજરાત આવવા રવાના થઈ ગયા છે.

ર૬મી જાન્ય્‌ુઆરીના ગણતંત્રના દિવસે ભાજપના જુદા જુદા ભાગોમાં આતંકી હુમલાની ફિરાકમાં આતંકવાદીઓ ભારતમાં ઘુસી રહ્યા હોવાના ગુપ્તચરે પાઠવેલા સંદેશા બાદ એટીએસનીટીમ સતર્ક બની. શંકાસ્પદ સ્થળો પર જ્યાં આતંકીઓ છુપાયા હોય એવા સ્થળો પર સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હોવાનું જાણવા મળે છે.
વડોદરાના ગોરવામાં આતકવાદી છુપાયો હોવાની બાતમી મળતાં એટીએસની ટીમ તથા વડોદરાની પોલીસના સંયુક્ત ઓપરેશનથી ગોરવામાંથી એક આઈએસઆઈના આતંકવાદીને ઝડપવામાં સફળતા મળી છે.

વડોદરા ગોરવામાંથી પકડાયેલા આતંકી ઝફર છેલ્લા દર માસથી ગોરવામાં નામ બદલીને ભાડે રહેતો હોવાનું પણ જાણવા મળે છે. આતંકી ઝફરની તપાસ કરતા તેની પાસેથી રિવોલ્વર પણ મળી આવી હતી.  ગુજરાતને બઝ બનાવી ઠેર ઠેર નાના મોટા હુમલા કરી આતંક મચાવવા માટે ષડયંત્ર કરી રહ્યો હતો. આતંકી ર૬મી જાન્યુઆરીથી વડોદરામાં ભાડે રહેતો હોવાનું પણ જાણવા મળે છે.

ઝફર તેની યોજના પાર પાડે તે પહેલાં જ એટીએસની ટીમ તથા વડોદરાની પોલીસના સંયુક્ત ઓપરેશનથી ઝડપાઈ ગયો હતો. હાલમાં આતંકી ઝફરને ગુપ્ત સ્થળે લઈ જઈ ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. તેની સાથે બીજા કેટલાં આતકીઓ ગુજરાતમાં આવ્યા છે ? ક્યાં કેયાં હુમલા કરવાના હતા? વગેરે પ્રશ્નો પૂછી આતંકીનું મોં ખોલવા પ્રયાસ કરાઈ રહ્યો છે. એટીએેસનું માનવું છે કે કેટલાક આતંકીઓ ગુજરાતમાં છુપાયા છે. દરમ્યાનમાં જાણવા મળે છે કે ઉત્તર પ્રદેશમાંથી પણ ૩ આતંકીઓ ઝડપાયા છે.