Western Times News

Gujarati News

મ્યુનિ.શાળાના વિદ્યાર્થીઓના વિકાસ માટે રૂ.૧૩૬ કરોડ ખર્ચ થશે

પ્રતિકાત્મક તસવીર

ડ્રાફ્ટ બજેટમાં સત્તાધીશોએ રૂ.૧૦.૪૧ કરોડનાં સુધારા સૂચવ્યાં: કોંગ્રેસનો વિરોધ

અમદાવાદ, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી લગ્ધીર દેસાઈએ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માટે રજુ કરેલ રૂ ૬૮૭.૫૮ કરોડના ડ્રાફ બજેટમાં સ્કુલ બોર્ડના સભ્યો દ્વારા રૂ ૧૦.૪૧ કરોડ ના સુધારા રજુ કર્યા હતા જેને વિપક્ષ કોગ્રેસના વિરુધ સાથે મજુર કરવામાં આવ્યુ હતુ.

મ્યુનિસિપલ સ્કુલ બોર્ડ સભ્યોએ સૂચવેલ રૂ- ૧૦.૪૧ કરોડના સુધારામાં શાળાઓનુ યુનિવસલ કલર શહેર કક્ષાનો વાર્ષિકત્સવની મધ્યાહન ભોજન શેડ બનાવવા તથા પ્લાસ્કીટ ફ્રી શહેર મુખ્ય છે. મ્યુ. સ્કુલ બોર્ડના શાસન અધિકારી એલ.ડી દેસાઈના જણાવ્યુ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટના શાળા અને વિદ્યાર્થીઓના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. જેના માટે રૂ ૧૩૬ કરોડની જાગવાઈ કરવામાં આવી છે શાળાઓના નવિનીકરણમાં ૩૪ કરોડ હાઈટેક શાળાઓ માટે ૨૫ કરોડના ફાળવામાં આવ્યા છે શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦માં સ્કુલ બોર્ડ દ્વારા વટવા પબ્લીક સ્કુલ અને દાણીલીમડા ગુજરાતી શાળા બનાવામાં આવ્યા હતા જ્યારે ૨૦-૨૧માં વધુ ૨૦ શાળાઓ નું નવનિર્માણ કરવામાં આવશે.

જ્યારે ૧૦ શાળાઓ હાઈટેક કરવામાં અવાશે. ૨૦૧૯-૨૦માં કાકરીયા શાળાનં ૫ અને ૬ ને સ્માર્ટ શાળા બનાવામાં આવી છે ચાલુ વર્ષે ૨૦૨૦-૨૧માં વર્ષમાં શૈક્ષણિક ખર્ચ માટે કુલ બજેટના ૪.૭૩ ટકા ખર્ચ થશે ૨૦૧૯-૨૦માં વિદ્યાર્થીઓના શૈક્ષણ માટે ૩.૮૦ ટકાનો ખર્ચ અદાજવામા આવ્યો હતો આમ બજેટમાંથી વિદ્યાર્થીઓ માટે વધુ રકમ ખર્ચ થાય તે માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે મ્યુ કોર્પોરેશન દ્વારા આગામી વર્ષમાં જિલ્લા પંચાયત હસ્તકની નવી ૧૦૯ શાળાઓ ટેકઓવર કરવામાં આવી શકે છે.

શૌક્ષણીક વર્ષ ૨૦૧૯-૨૦માં તમામ મ્યુ. શાળાઓને સીસીટીવી કેમેરા સજ્જ કરવામાં આવશે તેમજ તમામ શાળાઓમા ફાયર સેફટીના સાધનો પણ મુકવામાં આવશે. મ્યુ શાળાના ચાર બાળકો અને ૧ શિક્ષકે અમેરિકા ખાતે યોજાયેલ વલ્ડ જામ્બોરીમાં ભાગ લીધો હતો જે ગર્વની વાત છે ખેલ મહાકુભમાં પણ સતત ૧૦મી વખત ચેમ્પિયનશીપ મેળવી છે આતરાષ્ટ્રી પતગ મહોત્સવ ૨૦૨૦માં ૩ વર્લ્ડ રેકોડ માટે મ્યુનિસિપલ વિદ્યાર્થીઓને નોમીટેન કરવામાં આવ્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શતાબ્દિ ઉજવણીમા ૩૫ હજાર વિદ્યાર્થીઓને યુનિફોમ વિતરણ કરવામાં આવશે જ્યારે ૩૭૦૦ જેટલા શિક્ષકોને માય ફેર આઈકાર્ડ આપવામાં આવશે તેમજ સ્કુલ બોર્ડના ૧૦૧ ભુતપૂર્વ વિદ્યાર્થીઓનુ સન્માન કરવામાં આવશે.

તદુપરાંત, શાળા સંકુલોને શાળાઓને નંબરને બદલે વિરલ વિભૂતિઓના નામે સંકુલની નામકરણ વિધિ કરવામાં આવશે, અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી સભર વૈશ્વિક કક્ષાનું શિક્ષણ મળી રહે તે માટે શતાબ્દી મહોત્સવ નિમિત્તે દસ હાઈટેક સ્કૂલો બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, શતાબ્દી વર્ષ નિમિત્તે દસ હાઈટેક સ્કૂલો સિવાય બીજી નવી શાળાઓ અને સાથે હયાત ૧૦૦ શાળાઓનું નવીનીકરણ કરી ચાલુ વર્ષે કુલ ૧૦૦ શાળાઓનું નવીનીકરણ કરી ચાલુ વર્ષે કુલ ૧૦૦થી વધુ નવી શાળાઓ બનાવવામાં આવશે, બાળકો માટે એક સ્પોટ્‌ર્સ સંકુલ અને એક આધુનિક સાયન્સ સેન્ટર બનાવવામાં આવશે, અત્યાધુનિક ટેકનોલોજીયુક્ત તમામ સુવિધાઓ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના અત્યાધુનિક ‘સ્કૂલબોર્ડ ભવન’નું નિર્માણ કરવામાં આવશે.

મ્યુ. સ્કુલ બોર્ડના પાછલા વર્ષોની સરખામણીમા વિદ્યાથીદીઠ ખર્ચમા ઘટાડો થયો છે ૨૦૧૫-૧૬માં વિદ્યાર્થી દિઠ ૨૭૪૪૮, ૨૦૧૬-૧૭માં ૩૧૯૩૯ તથા ૨૦૧૭માં ૩૬૭૮૨ રૂપિયા વિદ્યાર્થી દીઠ ખર્ચ થયા છે જેની સામે ૨૦૧૯-૨૦માં ૨૦૫૫૬ ખર્ચ થયા છે આમ કરકસર તથા અન્ય બિનજરૂરી ખર્ચાઓ ઓછા કરી શૈક્ષિણીક પ્રવૃત્તિ માટે ધ્યાન આપવામાં આવે છે. આગામી વર્ષમાં શાળાએ ન જતાં બાળકોને શિક્ષણ આપવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. મ્યુનિ.શાળાનાં શિક્ષકો સેવા વસ્તીમાં જઈને ખાસ સર્વે કરશે. તથા બાળકોને ભણવા માટે મ્યુનિ.શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.