Western Times News

Gujarati News

પ્રેમલગ્ન કર્યાં બાદ સાસરિયાઓના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી

પ્રતિકાત્મક

યુવકના ફોનમાંથી સ્યુસાઈડ નોટ મળી આવતા દાણીલીમડા પોલીસે પત્નિ  સહિત સાસરિયાઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી હાથ ધરેલી તપાસ

(પ્રતિનિધિ) અમદાવાદ: દેશમાં મહિલાઓ પર થતા અત્યાચારના બનાવમાં ત્વરિત કામગીરી કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાના સ્પષ્ટ આદેશો આપવામાં આવેલા છે જેના પગલે આવી ઘટનાઓને ગંભીરતાથી લઈ પોલીસ અધિકારીઓ કામગીરી કરી રહયા છે. આ  પરિસ્થિતિમાં  શહેરના દાણીલીમડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં પ્રેમલગ્ન કર્યાં બાદ યુવક અને યુવતિ અલગ રહેવા જતા રહયા હતાં પરંતુ ત્યારબાદ યુવતિના પરિવારજનો યુવતિને ઘરે પરત લઈ આવ્યા બાદ છુટાછેડા કરાવી દીધા હતા.


આ ઘટનાક્રમ બાદ ફરી એક વખત યુવક-યુવતિ જતા રહયા હતા અને થોડા દિવસ બાદ યુવક ગંભીર હાલતમાં રીક્ષામાં બેસી ઘરે આવ્યો હતો અને તપાસ કરતા તેણે ઝેર પી લીધું હતું અને બેભાન હાલતમાં તેને હોસ્પિટલમાં  લઈ ગયા બાદ આ યુવકનું મોત નીપજતા પરિવારજનો શોકમગ્ન બની ગયા હતાં. આ ઘટનાના ૧૦ દિવસ બાદ તેનો મોબાઈલ ફોન ચેક કરતા મોબાઈલ ફોનમાં સ્યુસાઈડ નોટ મળી આવી હતી અને સ્યુસાઈડ નોટમાં યુવકે પોતાની પત્નિ અને સાસરિયાઓ વિરૂધ્ધ ધાક ધમકીઓ આપી રૂપિયા પડાવવા સહિતના આક્ષેપો કર્યા હતા જેના આધારે યુવકના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છ ેકે અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં જેઠાલાલની ચાલીમાં રહેતા પ્રવિણભાઈ મકવાણા મ્યુનિ. કોર્પો.માં ફરજ બજાવી રહયા છે અને તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્રો છે જેમાં સૌથી મોટી પુત્રી અને ત્યારબાદ સંદિપ તથા હર્ષિલ નામના બે પુત્રો છે. સંદિપ નોકરી કરતો હતો ત્યાં તેની સાથે નોકરી કરતી રોનક ઉર્ફે રશ્મિ  સાથે પરિચય કેળવાયો હતો અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ થતા બંને જણાએ ભાગીને લગ્ન કર્યાં હતા અને ત્યારબાદ તા.ર૭મીએ તેના મામાના ઘરે રહેવા ગયા હતાં માર્ચ ૧૯-ર૦માં પ્રેમ લગ્ન કરી સાબરમતી ખાતે બંને રહેતા હતા ત્યારે એક મહિના બાદ યુવતિના પરિવારજનો ત્યાં પહોંચી ગયા હતા અને યુવતિને ઘરે પરત લઈ આવ્યા હતાં આ ઘટનાક્રમ બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવી છુટાછેડા કરાવી દીધા હતાં.

તા.૧પ/૮/૧૯ના રોજ ફરી વખત સંદિપ ઘરેથી જતો રહયો હતો અને તેની સાથે રશ્મી પણ જતી રહી હતી ઈડર પોલીસ સ્ટેશનમાં ઘરના સભ્યો સામે ધાકધમકીથી છુટાછેડા કરાવ્યા હોવાની અરજી રશ્મિઅએ આપી હતી જાકે ત્યારબાદ બંને સાથે જ રહેતા હતાં આ દરમિયાનમાં તા.૧૮.૧૧ ના રોજ રાત્રિના સમયે સંદિપ રીક્ષામાં બેસી અર્ધબેભાન હાલતમાં ઘરે આવ્યો હતો.

તેના મોઢામાંથી ફીણ નીકળતા હતા સંદિપની આ હાલત જાઈ તેના પિતા અને પરિવારના સભ્યો ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક ગંભીર હાલતમાં સંદિપને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં  લઈ જવામાં આવ્યો હતો જયાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. આ ઘટના બાદ પરિવારજનો ખૂબ જ વ્યથિત બની ગયા હતા.

પરિવાર શોકમગ્ન બની જતાં સમગ્ર વિસ્તારમાં પણ આ ઘટના ચર્ચાસ્પદ બની હતી. આ દરમિયાનમાં સંદિપના મોબાઈલ ફોનની તપાસ કરતા તેમાંથી સંદિપે લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી આ સ્યુસાઈડ નોટમાં સંદિપે તેની પત્નિ રોનક ઉર્ફે રશ્મિ  જયંતીભાઈ ર. નીલમ જયંતિભાઈ (સાળી) ૩. જયંતિભાઈ (સસરા) ૪. દુડીબેન જયંતીભાઈ (સાસુ) પ. મનીષ પરમાર (કાકાજી) ૬. નટુ પરમાર (કાકાજી) વિરૂધ્ધ ગંભીર આક્ષેપો કર્યાં હતાં.

સ્યુસાઈડ નોટમાં સાસરિયાઓ દ્વારા સંદિપને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવતી હતી તથા તેની પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી જેનાથી કંટાળી તેને ઝેર પી લીધું હોવાનો ઉલ્લેખ આ સ્યુસાઈડ નોટમાં કરવામાં આવ્યો છે.  મોબાઈલ ફોનમાંથી મળેલી સ્યુસાઈડ નોટ બાદ પ્રવિણભાઈ મકવાણાએ આ અંગે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને સંદિપનો ફોન તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.