Western Times News

Gujarati News

દલાલ સ્ટ્રીટની દિશા નક્કી કરવામાં દસ પરિબળોની ભૂમિકા રહેશે

અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી, ફુગાવાના આંકડા, અન્ય માઈક્રો ડેટા તથા અન્ય શ્રેણીબદ્ધ પરિબળની ખાસ ભૂમિકા રહેશે ઃ તમામની નજર કેન્દ્રિત
મુંબઈ,  શેરબજારમાં સોમવારથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં જુદા જુદા પરિબળોની અસર જાવા મળનાર છે. જેમાં આરઆઈએલ અને ટીસીએસની કમાણીના આંકડા, ઇરાન તંગદિલી સહિત ૧૦ પરિબળોનો સમાવેશ થાય છે. આ તમામ ૧૦ પરિબળો આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેસનમાં દલાલ સ્ટ્રીટની દિશા નક્કી કરવામાં ભૂમિકા અદા કરશે. ચાવીરૂપ કંપનીઓ ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા જારી કરનાર છે.

જેના ઉપર તમામની નજર રહેશે. બજેટને લઈને અપેક્ષાઓ, ફુગ્ગાવાના આંકડા, આઈઆઈપીના આંકડા જેવા પરિબળો પણ બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ભૂમિકા અદા કરી શકે છે. અમેરિકા અને ઇરાન વચ્ચે પ્રવર્તી રહેલી તંગલિદી અને અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર કરારને લઈને જે પરિબળો છે તેની અસર પણ જાવા મળી શકે છે. શેરબજારમાં શુક્રવારના દિવસે ઇન્ફોસિસ દ્વારા ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. નવા સપ્તાહમાં કેટલીક મહાકાય કંપનીઓ તેમના પરિણામ જાહેર કરનાર છે. જેમાં આઈટીની કંપનીઓ વિપ્રોનો પણ સમાવેશ થાય છે.

બંધન બેંક અને ઈન્ડસઇન્ડ બેંક ૧૪મી જાન્યુઆરીના દિવસે પરિણામ જાહેર કરશે. આવી જ રીતે રિલાયન્સ અને ટીસીએસ દ્વારા ૧૭મી જાન્યુઆરીના દિવસે પરિણામ જાહેર કરાશે. એચડીએફસી બેંક ૧૮મીએ તેના પરિણામ જાહેર કરશે. આઈઆઈટીના આંકડા અને ફુગાવાના આંકડાની ભૂમિકા પણ ચાવીરૂપ રહી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા આ સપ્તાહની શરૂઆતમાં જ ગ્રાહક ફુગાવાના આકડા જારી કરવામાં આવનાર છે. ફુગાવો ડિસેમ્બર મહિનામાં ૬.૭ ટકા સુધી પહોંચી શકે છે. તેલ એ શાકભાજીની કિંમતોમાં વધારો થઈ ચુક્યો છે.

વધતી જતી કિંમતોના પરિણામસ્વરૂપે નવેમ્બર મહિનામાં રિટેલ ફુગાવો ત્રણ વર્ષની ઉંચી સપાટીએ પહોંચીને ૫.૫૩ ટકા થયો હતો. આવી જ રીતે ડિસેમ્બર મહિના માટેના ડબલ્યુટીઆઈ ફુગાવાના આંકડા પણ ૧૪મી જાન્યુઆરીના દિવસે જારી કરવામાં આવનાર છે. બજાર સાથે જાડાયેલા લોકો ૧૫મી જાન્યુઆરીના દિવસે જારી કરવામાં આવનાર ડિસેમ્બર માટેના ટ્રેડ ડેટાના આંકડા જારી કરવામાં આવનાર છે. મુડીરોકાણકારોની નજર બજેટ ઉપર કેન્દ્રિત થઈ ગઈ છે.

બજેટને લઈને અપેક્ષાઓ વધી રહી છે. ગયા સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગજગતના લોકો, અર્થશા†ીઓ, ઉદ્યોગપતિઓ અને નિષ્ણાંતો સાથે વાતચીત કરી હતી. બજેટ પહેલા તમામ લોકોના અભિપ્રાય મોદીએ મેળવ્યા હતા. વિદેશી મુડી રોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં હજુ સુધી ભારતીય મુડી માર્કેટમાંથી ૨૪૧૫ કરોડ રૂપિયાની રકમ પાછી ખેચી લીધી છે.

નવેસરના આંકડા દર્શાવે છે કે, એફપીઆઈ દ્વારા ઇÂક્વટીમાં ૭૭૭ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૩૧૯૨.૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે જ જાન્યુઆરી મહિનામાં હજુ સુધી ભારતીય મુડી માર્કેટમાંથી ૨૪૧૫ કરોડ રૂપિયાની રકમ પાછી ખેચી લેવામાં આવી છે. બજેટ આડે વધારે સમય રહ્યો નથી ત્યારે મુડી રોકાણકારો સાવચેતી પૂર્વકનું વલણ અપનાવી રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી વધી ગયા બાદ વૈશ્વિક બજારમાં ખળભળાટ મચી ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.