Western Times News

Gujarati News

શાળાએ સંસ્કારોનું ધામના સુવિચાર વાળી બંધ પડેલ પ્રાથમિક શાળા બની શૌચાલય

ભરૂચ: ભરૂચ નગર પાલિકા સ્વચ્છતા પાછળ કરોડો નું આંધણ કરી રહી છે અને ગંદકી ફેલાવનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે.પરંતુ ભરૂચ નગર પાલિકા સંચાલિત બંધ પડેલ પ્રાથમિક શાળાનું મકાન લોકો માટે શૌચાલય બની ગયુ છે અને શાળા માંથી આવતી દુર્ગંધ ના કારણે આજુબાજુ માં રહેલ આંગણવાડી માં અભ્યાસ અર્થે આવતા બાળકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ત્યારે આ મુદ્દે પાલિકાને દંડ કોણ ફટકારશે તેવો પ્રશ્ન લોકો માં ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન ના ભાગરૂપે લોકો ને પોતાના વિસ્તારો સ્વચ્છ રાખવા માટે આહવાન કરી રહ્યા છે અને ભરૂચ નગર પાલિકા પણ સ્વચ્છતા અભિયાન માં જોડાઈ રહેલી સેવાભાવિ સંસ્થાઓને સ્વચ્છતા નો એવોર્ડ આપી રહી છે.પરંતુ ભરૂચ નગર પાલિકા ની શિક્ષણ સમિતિ સંચાલિત બંધ પડી રહેલી શાળાની સ્થિતિ કેવી છે તે માહિતી રાખવાની જવાબદારી જેતે ભરૂચ નગર પાલિકા ની શિક્ષણ સમિતિ અને શાસણાધિકારી ની છે.પરંતુ ખાડે ગયેલા વહીવટના કારણે આજે ભરૂચ નગર પાલિકા ની શિક્ષણ સમિતિ સંચાલિત બંધ પડેલી પ્રાથમિક શાળાઓ આજે અસામાજીક તત્વો અને દારૂડિયાઓ માટે આશ્રય સ્થાન બની રહી છે.


ભરૂચ ના સેવાશ્રમ રોડ ઉપર આવેલ શાસણાધિકારી ની કચેરી થી થોડે દૂર આવેલી નીલકંઠ નગર પ્રાથમિક મિશ્રશાળા ક્રમાંક નંબર ૫૩ને અન્ય સ્થળે  સ્થળાંતર કર્યા બાદ નીલકંઠ નગર પ્રાથમિક મિશ્રશાળા ને બંધ કરી દેવામાં આવી હતી અને તે શાળા આજે ઝુપડપટ્ટી ના લોકો એ બંધ રહેલી શાળા ની દીવાલ માં બાખોલુ પાડી અંદર શૌચાલય બનાવી દીધું છે.મીડિયાએ બંધ શાળા ની મુલાકાત લેતા નજરે પડ્યું હતું કે બંધ શાળા ને લોકો શૌચાલય તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

તો બંધ શાળાની લગોલગ આવેલી આંગણવાડી માં બાળકો અભ્યાસ અર્થે આવી રહ્યા છે અને જે બંધ શાળા લોકો માટે શૌચાલય બની ગઈ છે તેમાં રહેલી ગંદકી ના કારણે મચ્છરો ના ઉપદ્રવ થી આંગણવાડીની બહેનો અને બાળકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ત્યારે સતત રહેણાંક વિસ્તાર માં આવેલી બંધ પડેલી પ્રથામિક શાળા નું મકાન શૌચાલય માં ફેરવાઈ ગયુ હોવા છતાં શાસણાધિકારી અને નગર પાલિકાની શિક્ષણ સમિતિ અજાણ હોય તેમ લાગી રહ્યુ છે.આ બાબત ની જાણ બાજુ માં આવેલ આંગણવાડીની બહેનોએ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ ના પેટ નું પાણી ન હાલત સમગ્ર ઘટના ને મીડિયા દ્વારા ખુલ્લી પાડવામાં આવી છે.ત્યારે હવે જોવું એ રહ્યું છે સમગ્ર અહેવાલ બાદ ઊંઘતા અધિકારીઓ આ બંધ શાળા ના મકાન નો ખોટી રીતે ઉપયોગ કરતા અસામાજીક તત્વો સામે શું કાર્યવાહી કરે છે.

શાળા ની અંદર રહેલી બેન્ચીસ ઉપર બેસીને લોકો કરે છે શૌચક્રિયા : સ્થાનિક. ભરૂચ ના નીલકંઠ નગર સોસાયટી માં પ્રાથમિક મિશ્ર શાળા સલ્મ વિસ્તાર ના લોકો માટે શૌચાલય બની ગયુ છે.તો કેટલાક દારૂડિયાઓ માટે આશ્રય સ્થાન બન્યુ છે.મીડિયા એ સ્થળ ની મુલાકાત લેતા સ્થાનિકો એ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શાળા માં રહેલી બેન્ચીસો લોકો માટે શૌચક્રિયા કરવાનું સાધન બની ગયુ છે.બેન્ચસી ઉપર બેસી ને શૌચક્રિયા કરી રહ્યા છે અને જો તેઓ ને ટોકવામાં આવે તો અભદ્ર ગાળો સાથે સ્થાનિકો સાથે ઝઘડો કરી રહ્યા છે.શાળા પાલિકા સંચાલિત છે તેને તોડી પાડી જમીન દોષ કરી નાંખવાની સ્થાનિકો માંગ ઉઠાવી રહ્યા છે.

શૌચાલય માટે પાણી પણ આંગણવાડી નું વપરાય છે જેથી બાળકો માટે પીવાનું પાણી અન્ય સ્થળે થી લાવવું પડે છે : આંગણવાડી વર્કર  નગર પ્રાથમિક શાળા લોકો માટે શૌચાલય બની ગયુ છે.પરંતુ શૌચક્રિયા કરવા આવતા લોકો ધોવા માટે નું પાણી પણ આંગણવાડી ની ટાંકી માંથી ઉપયોગ કરતા હોવાથી આંગણવાડી માં અભ્યાસ અર્થે આવતા બાળકો માટે પીવાનું પાણી અન્ય સ્થળે થી લાવવું પડે છે.ત્યારે આટલી ગંભીર ઘટના સામે આવી રહી છે તેમ છતાંય ભરૂચ નગર પાલિકા ની શિક્ષણ સમિતિ ની કુંભકર્ણ ની નિદ્રં માંથી બહાર આવતી નથી.સમગ્ર ઘટના શિક્ષણ વિભાગ માટે કલંકિત સાબિત થઈ રહી હોય તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.