Western Times News

Gujarati News

ફાસ્ટટેગ : એક મહિના માટે રોકડા ચુકવણીની વ્યવસ્થા

ગાંધીનગર,સરકારે ૬૫ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગના નિયમોમાં થોડા સમય માટે રાહત આપી છે કેમ કે, અત્યારે ત્યાં હજુ પણ લોકો ટોલ ટેકસની ચૂકવણી રોકડમાં કરે છે. આ ૬૫ ટોલ પ્લાઝા પર ૨૫ ટકા રસ્તાઓને ૩૦ દિવસ માટે રોકડ ચૂકવણી અને ફાસ્ટેગ લેન બંને લાઈનમાં છૂટ આપવામાં આવી છે. હાઈબ્રિડ અથવા ફાસ્ટેગથી ચૂકવણી અને રોકડ ચૂકવણી કરનારા બંને પ્રકારના વાહનો જઈ શકે છે. બંને વ્યવસ્થામાં બંને પ્રકારના વાહનો જઈ શકે છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા, ટોલ પ્લાઝાઓને આગામી ૩૦ દિવસ સુધીમાં રપ ટકા જેટલી લેનને હાઇબ્રીડ એટલે કે ફાસ્ટ ટેગ લેન અને રોકડ વસુલાત એમ બંને વ્યવસ્થા ધરાવતી લેન બનાવવાની સુચના આપવામાં આવી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, આ અસ્થાયી વ્યવસ્થા ૩૦ દિવસની છે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની વિનંતી પર આ પગલું લેવામાં આવ્યું છે, જેથી કરીને નાગરિકોને કોઈ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે. સરકારે ૧૫ ડિસેમ્બરથી NHAI ના  તમામ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ આધારિત ઈલેકટ્રોનિક ટોલ કલેકશન સિસ્ટમ લાગુ કરી દીધી છે. તેના અંતર્ગત ટોલ પ્લાઝાની ઓછામાં ઓછી ૭૫ ટકા લેન પર રોકડ ચુકવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ટોલ પ્લાઝા પર વધુમાં વધુ ૨૫ ટકા લેન પર રોકડ ચુકવણીની વ્યવસ્થા કરવામાં આવશે. આ ૬૫ ટોલ પ્લાઝા ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, ચંડીગઢ અને આંધ્રપ્રદેશમાં સ્થિત છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ ૬૫ ટોલ પ્લાઝા પર ટ્રાફિકની સ્થિતિ અનુસાર ૨૫ ટકા સુધી ‘ફાસ્ટેગ લેન ઓફ ફી પ્લાઝા’ને અસ્થાયી રીતે હાઈબ્રિડ લેનમાં ફેરવી શકાય છે. મંત્રાલય દ્વારા નિવેદનમાં સ્પષ્ટ રીતે જણાવ્યા પ્રમાણે, આ એક અસ્થાયી વ્યવસ્થા છે જે ૩૦ દિવસની છે. તેની પાછળનો હેતુ ટ્રાફિકની સમસ્યાને દૂર કરવાનો છે જેના કારણે કોઈને અસુવિધા ન થાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.