Western Times News

Gujarati News

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર વાઈબ્રન્ટ થઈ, દેશી દારૂની ભઠ્ઠીઓ નાશ કરવા દોડાદોડી 

અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનું એપી સેન્ટર છે જીલ્લામાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ અને જુગારની બદીએ માજા મૂકી છે પોલીસતંત્રની રહેમનજર હેઠળ 
મોડાસા તાલુકાના જીવણપૂર નજીક આવેલ છારા નગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓનો ના દારૂની જીલ્લા સહીત અમદાવાદ સુધી માંગ હોવાથી દરરોજ હજ્જારો લીટર દેશી દારૂ વિવિધ વાહનો મારફતે પહોંચાડવામાં આવી રહ્યો હોવાનું જગજાહેર છે રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ રાજ્યમાં ચાલતા તમામ દારૂ અને જુગારની બદીને નાથવા આદેશ કરતા અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર હરકતમાં આવી પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત જીલ્લાના વિસ્તારોમાં ચાલતી દેશી-વિદેશી દારૂની હાટડીઓ અને જુગારધામ પર દરોડા પાડી નેસ્તનાબૂદ કરવા દોડધામ ચાલુ કરી છે.
       પોલીસવડા મયુર પાટીલના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ઈશ્વર પરમાર (પ્રોબેશનલ) અને જીલ્લા એલસીબી પોલીસે મોડાસા તાલુકા અને બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કરવા તવાઈ બોલાવી હતી મોડાસા તાલુકાના જીવણપૂર ગામ નજીક ત્રાટકી હતી.
૧) લતાબેન ભોપાલભાઈ છારાના ઘર આગળ દેશી દારૂ ગાળવાની ૩ લીટર દેશી દારૂ કીં.રૂ.૬૦/-તથા ૧૫ લીટર ઉકળતો દેશી દારૂનો વોશ અને મુદ્દામાલ મળી કુલ રૂ.૧૧૦/- જપ્ત કરવામાં આવ્યો હતો
૨) માનુબેન રમેશ ભાઈ છારા ઘર આગળ દેશી દારૂ ગાળવાની ૨ લીટર દેશી દારૂ કીં.રૂ.૪૦/- તથા મળી કુલ રૂ.૯૦ નો મુદ્દામાલ જપ્ત કરી અન્ય એક મહિલા બુટલેગર શર્મિલા મુકેશભાઈ છારા ઘરની દીવાલ પાછળ દેશી દારૂ ગાળવા તૈયાર કરેલ મહુડાનાં વોશ ભરેલ ૧૦ માટલા કુલ લીટર-૧૦૦ કીં.રૂ.૨૦૦ નો જથ્થો જપ્ત કરી ત્રણે મહિલા બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથધરી હતી.
બાયડ તાલુકાના આકોડીયા ગામે મહેશ પુનાભાઈ ઝાલાના ખેતરમાં ત્રાટકી દેશી દારૂ ગાળવા તૈયાર કરેલ ૪૮૦ લીટર વોશ કીં.રૂ.૯૬૦ નો જથ્થો જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથધરી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.