Western Times News

Gujarati News

CAA સામે ૧૪૪ અરજીઓ : સરકારને ૪ સપ્તાહનો સમય

નવીદિલ્હી: નાગરિક સુધારા કાનુન (સીએએ)ના વિરોધમાં દાખલ કરવામાં આવેલી ૧૪૪ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં તર્કદાર દલીલો કરવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને જવાબ આપવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે સરકારને આ તમામ અરજીઓ પર ચાર સપ્તાહમાં જવાબ આપવાની જરૂર રહેશે. કોર્ટે સીએએ પર કોઇ વચગાળાનો આદેશ આપવાનો ઇન્કાર કર્યો હતો. ચીફ જસ્ટીસ બોબડે, જસ્ટીસ અબ્દુલ નજીર, જસ્ટીસ સંજીવ ખન્નાની ત્રણ જજની બેંચે સુનાવણી કરતી વેળા આ આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કહ્યુ હતુ કે આસામના મામલામાં અલગ રીતે સુનાવણી કરવામાં આવનાર છે.


અત્રે નોંધનીય છે કે સુનાવણી દરમિયાન કાનુનને પડકાર ફેંકનાર લોકો તરફથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યુ હતુ કે જ્યાં સુધી આ સમગ્ર મામલાની સુનાવણી પૂર્ણ થઇ જતી નથી ત્યાં સુધી આ કાનુન પર રોક મુકી દેવાની જરૂર છે. સિબ્બલે બંધારણીય બેંચની રચનાની માંગ કરી હતી. સિબ્બલે બંધારણીય બેંચની રચનાની માંગ કરી હતી. ચીફ જસ્ટીસે આસામના તર્કને અલગ રીતે રજૂ કરતા કહ્યુ હતુ કે ત્યાંની સ્થિતી સ્થિતી અલગ પ્રકારની રહેલી છે. તેમણે કહ્યુ હતુ કે દરેક અરજી સરકારની પાસે પહોંચે તે જરૂરી છે. સિબ્બલની કાનુનને મોકુફ કરી દેવા માટેની દલીલ પર ચીફ જસ્ટીસ બોબડેએ કહ્યુ હતુ કે આ એક પ્રકારથી રોકની બાબત હોઇ શકે છે. ચીફ જસ્ટીસે કહ્યુ હતુ કે આસામ અને ત્રિપુરામાંથી દાખલ કરવામાં આવેલી અરજી પર અલગ રીતે સુનાવણી કરવામાં આવનાર છે.

સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે સીએએ પર હવે ૧૪૪ કરતા વધારે અરજી કરવામાં આવશે નહીં હવે તેના કરતા વધારે અરજી દાખલ કરાશે નહીં. ચીફ જસ્ટીસે આસામ સરકાર પાસેથી દાખલ કરવામાં આવેલી અરજી પર જવાબની માંગ કરી છે. આના પર એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યુ હતુ કે આ મામલે બે સપ્તાહમાં જવાબ આપી દેવામાં આવનાર છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે હવે આ મામલે બે સપ્તાહ બાદ જ સુનાવણી કરવામાં આવનાર છે. સિબ્બલે કહ્યુ હતુ કે નાગરિકતા આપીને પરત લઇ શકાય તેમ નતી. તેમણે દલીલ કરી હતી કે આના પર કોઇ વચગાળાનો આદેશ જારી કરવામાં આવે તે જરૂરી છે. સિબ્બલે કહ્યુ હતુ કે અમે કાનુન પર રોકની માંગ કરી રહ્યા નથી. પરંતુ આને બે મહિના માટે મોકુફ રાખવાની માંગ કરી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યુ હતુ કે કોર્ટમાં માહોલ શાંત રહે તે જરૂરી છે. સિબ્બલે આ મામલે તરત સુનાવણીની માંગ કરી હતી.

એટોર્ની જનરલે કહ્યુ હતુ કે આ અરજીઓ પર જવાબ આપવા માટે તેમને છ સપ્તાહના સમયની જરૂર છે. એટોર્ની જનરલે કહ્યુ હતુ કે અમે ૬૦ અરજી પર જવાબ તૈયાર કરી ચુક્યા છીએ. જ્યારે કોર્ટમાં ૧૪૪ અરજીઓ રહેલી છે. તેમણે કહ્યુ હતુ કે કોર્ટે હવે વધારે અરજી દાખલ કરવાની મંજુરી આપવી જાઇએ નહીં. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે તે ઉતાવળમાં કોઇ આદેશ આપી શકે તેમ નથી. નાગરિક સુધારા કાનુનને લઇને હાલમાં દેશભરમાં ભારે હોબાળો થઇ રહ્યો છે. એકબાજુ વિરોધ પ્રદર્શન જારી છે. બીજી બાજુ સરકારની સાફ શબ્દોમાં રજૂઆત છે કે આ સંબંધમાં કોઇની નાગરિકતા સામે કોઇ ખતરો નથી. આના કારણે કોઇની નાગરિકતા જનાર નથી. આ કાનુન નાગરિકતા આપવા સાથે સંબંધિત છે. કોઇની નાગરિકતા આંચકી લેવા માટે નથી.


આ કાનુન હેઠળ ત્રણ દેશોના નાગરિક પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહેલા લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવનાર છે. આ ત્રણ દેશોના હિન્દી, ખ્રિસ્તી, શિખ, બૌદ્ધને નાગરિકતા આપવામાં આવી શકે છે. નાગરિક સુધારા બિલ ૨૦૧૯ની બંધારણીયતાને લઇને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. કેરળના રાજકીય પક્ષ ઈન્ડિયન  યુનિયન મુસ્લિમ  લીગ દ્વારા પણ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. રિટ પિટિશન દાખલ કરીને બિલને પડકાર ફેંકવામાં આવ્યો છે.

મુસ્લિમ  લીગ સહિત વિરોધ કરનાર તમામ રાજકીય પક્ષો આને ધાર્મિક આધાર પર વિભાજનકારી ગણાવી રહ્યા છે. નોંધનીય છે કે રાજ્યસભામાં ચર્ચાસ્પદ નાગરિક સુધારા બિલને બુધવારે લાંબી ચર્ચા ચાલ્યા બાદ લીલીઝંડી મળી ગઈ હતી. આની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે વધુ એક મોટી સિદ્ધિ અને મોટી સફળતા હાંસલ કરી લીધી હતી. મોડેથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે પણ આને તેમની મંજુરી આપી હતી. રાષ્ટ્રપતિ દ્વારા લીલીઝંડી આપી દેવામાં આવ્યા બાદ આ કાનુન બની જતા તમામ ચર્ચાનો અંત આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.