વડોદરાની ટ્રી હાઉસ હાઈસ્કૂલના લેન્ડ ગ્રેબિંગના મામલામાં બે ડાયરેકટરોની મુંબઈથી ધરપકડ
        વડોદરા, વડોદરા શહેરના અટલાદરા સ્વામી નારાયણ મંદિરની પાછળ આવેલી ટ્રી હાઉસ હાઈસ્કૂલવાળી મિલકતનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હોવા છતાંય વેચાણ કરનાર પેઢીએ જમીન પર કબજો જમાવી રાખ્યો હોવાનું જણાવી કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ હતી. આ ગુનામાં સંડોવાયેલા બે ડાયરેકટરોને મુંબઈ ખાતેથી પોલીસે ઝડપી પાડયા હતા.
અમદાવાદ થલતેજ ગામ જયઅંબેનગરમાં રહેતે રમેશભાઈ અમથાભાઈ દેસાઈએ વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે ઝેબર રિઅલ્ટી એલ.એલ.પી. નામથી પેઢીથી મિલકત ખરીદ વેચાણ કરવાનું કામ કરે છે. તેમની પેઢીમાં ર૦ ભાગીદારો છે. પેઢી તરફથી તમામ વહીવટ કરવા માટે રમેશભાઈ દેસાઈને પાવર આપવામાં આવ્યો છે.
મુંબઈની ટ્રી હાઉસ એજ્યુકેશન એન્ડ એસેસરિઝ લિ.નામની કંપનીએ અન્ય એક સ્થળે ટ્રી હાઉસ નામની સ્કૂલ શરૂ કરી હતી. ત્યારબાદ અટલદરા સ્વામી નારાયણ મંદિરની પાછળથી ટ્રી હાઉસ સ્કૂલ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે જગ્યા મીરા એજ્યુકેશન ટ્રસ્ટને સ્કૂલ ચલાવવા માટે ૩૩ વર્ષના ભાડા પટ્ટે આપવામાં આવી હતી. નાણાં ભીડ ઊભી થતાં ટ્રી હાઉસ દ્વારા આ મિલકત વેચવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જમીન દલાલ મારફતે રાજેશ ભાટિયા રમેશભાઈ દેસાઈને જમીન જોવા માટે લઈ ગયા હતા. ૧૮ કરોડમાં જમીનનો સોદો નક્કી થયો હતો. તા.ર૮-૦ર-ર૦ર૩ના રોજ ઝેબર રીઅલ્ટીની તરફેણમાં કરેલા દસ્તાવેજથી તેમની પેઢી ટ્રી હાઉસ હાઈસ્કૂલના માલિક થયા હતા. છતાંય અમારી જગ્યામાં તેઓએ અનઅધિકૃત કબજો જમાવ્યો હતો.
આખરે આ મામલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુંબઈના મલાડ ઈસ્ટ ખાતે આવેલી શ્રીરામકુંજ કો.ઓ.સોસાયટી ખાતે રહેતા દિપેન વિજયકુમાર શાહ (રહે.જીવન વિભૂતી કો.ઓ.સોસાયટી, ડીપી રોડ, બીએમસી હોસ્પિટલ પાસે તથા મલાડ ઈસ્ટના બનારસી મેન્સના મૂળ રહેવાસી મિલિન ઉર્ફે માલિન જયદીશભાઈ રામાની (રહે.દિલીપી નંદીની કો.ઓ.સોસાયટી, મલાડ ઈસ્ટ)ને ઝડપી પાડયા હતા.
