Western Times News

Gujarati News

રાજ્યમાં વાતાવરણમાં પલ્ટો-કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતીત

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગુજરાતમાં હવામાનમાં આવેલા વાતાવરણમાં આવેલા એકાએક પલટાને કારણે તથા હવામાને કરેલ કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતીત બન્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ આજે દ્વારકા, રાજકોટ તથા પોરબંદરમાં સામાન્ય વરસાદ પડશે એવા સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં માવઠાની અસર જણાશે. જ્યરે ર૮મી જાન્યુઆરીના રોજ વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

શહેરમાં પણ આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જાવા મળી રહ્યુ છે. તથા ધુમ્મસ પણ જાવા મળે છે. હવાઈ મથક પર આવતી જતી ફલાઈટો ધુમ્મસને કારણે મોડી પડી રહી છે. રાજકોટ-મોરબીમાં પણ ધુમ્મસભર્યુ વાતાવરણ છવાયેલ છે. ધુમ્મસને કારણે રાજકોટ-મોરબી વચ્ચેના માર્ગો ઉપર વાહનો ચલાવવાની વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ધીમી ગતિએ ચાલતા વાહનોને કારણે ટ્રાફિક પણ જામ જાવા મળે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.