મોડાસામાં અનામત રક્ષા મંચ (ARM ) અનામત રક્ષા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ- GADએ ૧લી ઓગસ્ટ ૨૦૧૮ના રોજ એક ઠરાવથી ૧૮ વર્ષ જૂની અનામત નીતિમાં બદલાવ કર્યો હતો. જેના એક વર્ષ પછી વિવિધ સરકારી ભરતીઓમાં અનામત હેઠળના ઉમેદવારો જનરલથી વધુ મેરિટ મેળવે તો પણ તે અનામત પૂરતા મર્યાદિત રહ્યાની અસરો શરૂ થઈ છે. લોક રક્ષકદળ- LRDની ભરતીમાં જાહેર થયેલી પસંદગી યાદીમાં જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારના કટ ઓફ મેરિટથી વધુ મેરિટ હોવા છતાંયે ST, SC, OBC અને EBC વર્ગની મહિલા ઉમેદવારોને જનરલ કેટેગરીને બદલે છે તે જ અર્થાત અનામત કેટેગરીમાં જ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જેનો વિવાદ વકર્યો છે. ગાંધીનગરમાં ૪૫ દિવસથી આ નીતિના વિરુદ્ધમાં રાજ્યના તમામ ક્ષેત્રો- જ્ઞાતિઓની મહિલા ઉમેદવારો દ્વારા ઉપવાસ આંદોલન ચાલી રહ્યુ છે. મોડાસા શહેરમાં અરવલ્લી જીલ્લા અનામત રક્ષા મંચ દ્વારા અનામત રક્ષા રેલી યોજી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી લોક રક્ષકદળ ની ભરતીમાં અનામત વર્ગની મહિલાઓને ન્યાય આપવામાં આવેની માંગ કરી હતી
મંગળવારે મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં અનામત રક્ષા મંચ (ARM ) અરવલ્લી જીલ્લા સમિતિ દ્વારા અનામત રક્ષા
રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં ઓ.બી.સી, એસ.સી અને એસ.ટી અગ્રણીઓ અને મહિલાઓ જોડાયા હતા રેલી યોજી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ- GADએ ૧લી ઓગસ્ટ ૨૦૧૮ના રોજ એક ઠરાવથી ૧૮ વર્ષ જૂની અનામત નીતિમાં બદલાવ કર્યો હોવાથી સરકારી ભરતીઓમાં અનામત વર્ગની મહિલાઓને જનરલ કેટેગરીમાં સ્થાન મળતું નથી અને અનામત વર્ગની મહિલાઓ પાસેથી રોજગારી છીનવી લેવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાથી લોક રક્ષકદળ ની ભરતીમાં અનામત વર્ગની મહિલાઓને ન્યાય આપવામાં આવેની માંગ કરી હતી.