ચંડોળા તળાવમાં આશરે ૧૦,૦૦૦ જેટલા નાના- મોટા કાચા પાકા મકાનો અને ઝૂંપડાઓ
પ્રતિકાત્મક
ચંડોળામાં આગામી સપ્તાહથી મેગા ડીમોલેશનનો બીજો તબક્કો શરૂ થશે
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદમાં ચંડોળા તળાવમાં મેગા ડિમોલેશનનો બીજો તબક્કો ૨૦મી મે થી શરૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનની એસ્ટેટ ટીમ સાથે ફરી એકવાર મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવશે.
તાજેતરમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલેશન કરવા અંગેનો સર્વે શરૂ થઈ ગયો છે. ચંડોળા તળાવમાં રહેનારા તમામ લોકોને મકાનો ખાલી કરી દેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. બીજા તબક્કામાં વધુ બે-ત્રણ ભૂ-માફિયાઓ પકડાય તેવી શક્યતા છે.
ચંડોળા તળાવમાં આગામી ૨૦ મેથી મેગા ડિમોલેશનનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે. ચંડોળા તળાવમાં બની ગયેલા તમામ ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવશે. ચંડોળા તળાવમાં આશરે ૧૦,૦૦૦ જેટલા નાના- મોટા કાચા પાકા મકાનો અને ઝૂંપડાઓ આવેલા છે. જેમાં અંદાજે ૩ હજાર લોકોએ ફોર્મ ભર્યા હોવાની વિગત મળી છે. વર્ષ ૨૦૧૦ પહેલા ચંડોળા તળાવમાં રહેનારા તમામ લોકોને વૈકલ્પિક મકાનો આપવા માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે.
ચંડોળા તળાવમાં રહેનારા તમામ લોકોને તેમના મકાનો ખાલી કરી દેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચંડોળા તળાવમાં જેટલા પણ મકાનો આવેલા છે તે તમામ મકાનો સર્વે કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગ દ્વારા જેમ જેમ દબાણ અંગેનો સર્વે થતો જશે અને મકાનો ખાલી થશે તે મુજબ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા અત્યારે હાલમાં આ મામલે બાઉન્ડ્રી ની કામગીરી કરવામાં આવી રહી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી ડિમોલેશન થશે. ચંડોળા તળાવમાં દબાણ દૂર થશે
તે મુજબ કેટલાક વિસ્તારમાં બાઉન્ડ્રી વોલ અથવા ફેન્સીંગ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. ચંડોળા તળાવમાં મેગા ડિમોલેશન કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનર અને એસ્ટેટ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ની અને માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગના અધિકારીઓને કામગીરી સોંપી દેવામાં આવી છે.
