Western Times News

Gujarati News

રાજકોટમાં ૩૮ ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા

પ્રતિકાત્મક

(એજન્સી)રાજકોટ, રાજ્યમાં મેગા ડિમાલિશનની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે, આજે રાજકોટમાં મોટા પાયે દબાણો હટાવવામાં આવી રહ્યાં છે. શહેરના ૧૫૦ ફૂટ રિંગ રાડ પર આવેલા ૩૮ આરોપીઓના ૬૦ જેટલા ગેરકાયદે દબાણોને હટાવવામાં આવ્યા છે.

હત્યા, ચોરી, લૂંટફાટના આરોપીઓના બાંધકામો પર દાદાનું બૂલડૉઝર ફરી વળ્યુ છે. ૨૬૧૦ ચોરસ મીટર જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે. કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ૫૦ થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા, સાથે વહીવટી તંત્રના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. રાજકોટમાં આજે નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર મેગા ડિમાલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે,

૩૮ આરોપીના ૬૦ ગેરકાયદે બાંધકામ પર બૂલડૉઝર એક્શન શરૂ કરવામાં આવ્યુ છે. આરોપીઓના ગેરકાયદે અડ્ડા જમીનદોસ્ત કરવાની કામગીરી શરૂ કરાઇ છે. હત્યા, ચોરી, લૂંટના આરોપીઓએ ગેરકાયદે બાંધકામ કરી દીધુ હતુ, બૂલડૉઝર ફેરવીને આજે ૨૬૧૦ ચોરસ મીટર જગ્યા પરના દબાણો તોડી પાડવામાં આવ્યા છે. ૬.૫૨ કરોડની કિંમતની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.

ડિમાલિશનને લઈને ૫૦ થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, આમાં ડીસીપી, એસીપી, સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યાં હતા. આ કાર્યવાહી શહેરના વિવિધ વિસ્તારોમાં એક સાથે હાથ ધરવામાં આવી હતી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ડિમોલિશનની કાર્યવાહીમાં કુલ ૨૬૧૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા.

આ જમીનની અંદાજિત કિંમત ૬ કરોડ ૫૨ લાખ ૫૦ હજાર રૂપિયા જેટલી આંકવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ આરોપીઓએ ગુનાની પ્રવૃત્તિઓ દ્વારા કમાયેલા નાણાંથી આ ગેરકાયદેસર બાંધકામો કર્યા હતા. આવા ગુનેગારોને કાયદાનો ડર રહે અને સમાજમાં એક દાખલો બેસે તે માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહીને લોકોએ આવકારી છે અને ગુનેગારો સામે કડક પગલાં લેવા બદલ પોલીસની પ્રશંસા કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.