૩૮ કિલો ડ્રગ્સના મામલે નાઇજિરિયન નાગરિકની જામીન અરજી કોર્ટે ફગાવી
        પ્રતિકાત્મક
ચકચારભર્યા કેસમાં લોરેન્સ બિશ્નોઇ સહિતના ૧૧ સામે ચાર્જ ફ્રેમ
આચરેલો ગુનો ભારત દેશની સુરક્ષા અને સલામતી સામેનો છે, ડ્રગ્સની આવક આતંકવાદી પ્રવૃત્તિમાં વપરાય છેઃ કોર્ટ
અમદાવાદ,કચ્છના જખૌ નજીકના દરિયામાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં નાઇજિરિયાના વતની એવા આરોપી ચીફ ઓબન્ના અની ક્રિશ્ચિયનને જામીન આપવાનો અત્રેની સ્પેશ્યલ NIA કોર્ટે ઇન્કાર કરી દીધો છે. NIA કોર્ટના સ્પેશ્યલ જજ એસ.એલ. ઠક્કરે આરોપી જામીન ફગાવતાં ગંભીર અવલોકન કર્યું હતું કે, આરોપી અને સહઆરોપી દ્વારા આચરાયેલ ગુનો ભારત દેશની સુરક્ષા અને સલામતી સામેનો છે અને નારકોટિક્સ ડ્રગ્સના વેચાણ થકી મેળવાતી આવક આતંકવાદી પ્રવૃત્તિઓમાં ગેરકાયદે રીતે વપરાય છે, ત્યારે ગુનાની ગંભીરતા જોતાં આરોપીને જામીન આપી શકાય નહીં.
નોંધનીય છે કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સહિતના પકડાયેલા ૧૧ આરોપી સામે સ્પે. NIA કોર્ટ દ્વારા થોડા સમય પહેલાં જ વીડિયો કોન્ફરન્સિંગથી ચાર્જળેમ કરાયો હતો. NIA તરફથી ડ્રાફ્ટ ચાર્જમાં ૭૧ સાક્ષી, ૭૪ દસ્તાવેજો અને ૩૫ આર્ટીકલ મૂકવામાં આવ્યા હતા.NIA તરફથી આરોપી ચીફ ઓબન્નાની જામીન અરજીનો સખત વિરોધ કરતાં જણાવાયું હતું કે, વર્ષ ૨૦૨૨માં કચ્છના જખૌ નજીકના દરિયામાં બોટમાંથી છ્જીએ આરોપી મોહમંદ શફી, ઇમરાન, મોહસીન, જૂહુર, સોહેલ તથા કામરાન પાસેથી ૩૮.૯૯૪ કિલોગ્રામ જેટલા કરોડો રૂપિયાના ડ્રગ્સના મોટા કન્સાઇમેન્ટ સાથે ઝડપી લીધા હતા. ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાની ડ્રગ્સ માફ્યિા અબ્દુલ્લાએ બલુચિસ્તાનના દરિયા કિનારેથી બોટમાં ભરાવ્યો હતો.
આ ડ્રગ્સનો જથ્થો જખૌના દરિયામાં જુમ્મા કોલ સાઇનવાળી બોટમાં આપવાનો હતો. આ ડ્રગ્સનો ઓર્ડર લોરેન્સ બિશ્નોઇએ આપ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. આ પ્રકરણની તપાસમાં ડ્રગ્સની ડિલિવરી લેવા આવનારા સરતાજ સલીમ મલિક અને મહંમદ શફીને ઝડપી લેવાયા હતા. બાદમાં ૨૦૨૩માં મેરાજ અને ચીફ ઓબન્ના પણ ઝડપાયા હતા. આ સમગ્ર પ્રકરણમાં સાઉથ આળિકન નાગરિક બોંગાની થન્ડાઇલ ઉર્ફે અનીથા કે જે નાસતો ફરે છે, તેની સાથે આરોપીના સંપર્કાે ખુલ્યા છે. SS1
