Western Times News

Gujarati News

ઝઘડિયા રેન્જમાંથી છેલ્લા છ માસમાં ૧૧ દીપડા ઝડપાયા

ઝઘડિયાના ભગત ફળિયા ગામેથી એક પુખ્ત દીપડો પિંજરે પુરાયો.

ભરૂચ: ઝઘડિયા તાલુકા રેન્જ વિસ્તારના ભગત ફળિયા ગામેથી એક પુખ્ત વયની દીપડો પિંજરામાં પુરાયો છે.પુખ્ત વયના દીપડાને ઝડપવા ઝઘડિયા વેન વિભાગે ગ્રામજનો ની ફરિયાદના આધારે પીંજરું મૂક્યું હતુ.જેમાં તે આબાદ ઝડપાયો હતો. છેલ્લા છ માસ માં અત્યાર સુધી ૧૧ દીપડાઓ ઝડપાયા છે.ઝઘડિયા પંથકમાં હાલમાં એક દીપડાઓનો અને બીજા ઘરફોડ ચોરોનો આતંક લોકોને સતાવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ ઓગસ્ટ થી જાન્યુઆરીના છ માસ દરમિયાન અગિયાર દીપડાઓને પિંજરે પૂર્વની સફળતા ઝઘડિયા રેન્જ ને મળી છે.ગતરોજ વધુ એક દીપડો ઝઘડિયાના ભગત ફળિયા ગામેથી ઝડપાયો છે.થોડા દિવસ પૂર્વે ઝઘડિયા વન વિભાગ દ્વારા ગ્રામજનોની ફરિયાદના આધારે ભગત ફળિયા ગામે પીંજરું ગોઠવ્યું હતું જેમાં આજરોજ મહાકાય દીપડો પુરાઈ ગયો છે.

રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી.ઝેડ.તડવીના જણાવ્યા મુજબ દીપડો પુખ્ત વયનો છે અને તેની લંબાઈ છ ફૂટ જેટલી છે અને ચાર વર્ષ જેટલી ઉમર તેની પ્રાથમિક તપાસમાં જણાય છે.મદદનીશ વન સંરક્ષક આર.બી.પટેલના માર્ગદર્શન હેઠળ ઝઘડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી.ઝેડ તડવી,રાઉન્ડ ફોરેસ્ટર એમ.કે.વસાવા,બીટ ગાર્ડ જી.બી.વસાવા,પી.એન.વસાવા, એમ.એલ વાઘેલા અને રોજમદારોની ટિમ દ્વારા પિંજરે પુરાયેલ દીપડાને ઝઘડિયા ઓફિસ લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા છ માસ દરમિયાન ઝઘડિયા રેન્જ ના અશા પાણેથા, માલજીપુરા, ગોવાલી,વાસણા,વંઠેવાડ, રાણીપુરા, વાંદરવેલી ગામેથી અગિયાર દીપડાઓ પિંજરે પુરાયા છે  અને હજી પણ સહપરિવાર દીપડો ઝઘડિયા પંથકમાં નજરે પડતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.