સુરતમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ અને હત્યા

પાડોશી જ હેવાન નીકળ્યો
સુરતના પલસાણા તાલુકાના એક ગામમાં શ્રમજીવી પરિવારની ૫ વર્ષની બાળકી ગત રવિવારે ઘરેથી ગુમ થઈ ગઈ હતી
સુરત,
સુરતના પલસાણા તાલુકાના એકની શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરીને હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. મૂળ રાજસ્થાનના પાડોશી હેવાને બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ બાળકી તાબે ન થતા તેને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી હતી. સમગ્ર મામલે પરિવારે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ કરીને ગણપતલાલ ચંદ્રપ્રકાશ નામના આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.સુરતના પલસાણા તાલુકાના એક ગામમાં શ્રમજીવી પરિવારની ૫ વર્ષની બાળકી ગત રવિવારે ઘરેથી ગુમ થઈ ગઈ હતી.
પરિવારે પોલીસને જાણ કરી કરતા તપાસમાં પાડોશી ગણપતલાલ ચંદ્રપ્રકાશ નામનો શખ્સ બાળકીને લઈને જતો ફૂટેજમાં નજરે પડ્યો હતો. પોલીસે ગણપતને ઝડપી પાડ્યો હતો. તેની ઉલટ તપાસ કરતા બાળકીનો મૃતદેહ એક ખેતરમાંથી મળી આવ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેણે બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ બાળકીએ બૂમાબૂમ કરતા આરોપી ગણપતે મોઢા પર પથ્થરના ઘા મારીને બાળકીની કરપીણ હત્યા નીપજાવી દીધી હતી. આ મામલે કડોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.SS1