Western Times News

Gujarati News

રાફેલની બોડી ભારતમાં બનશેઃ દસોલ્ટ એવિએશન અને ટાટા એડવાન્સ્ડ વચ્ચે MoU

(એજન્સી)નવી દિલ્હી, ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતે રાફેલ ફાઇટર જેટની મદદથી પાકિસ્તાનને ધોળા દિવસે તારા દેખાડી દીધા હતા. હવે તે જ રાફેલની બોડી ભારતમાં બનાવવામાં આવી રહી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

ફ્રેન્ચ એરોસ્પેસ કંપની દસોલ્ટ એવિએશન અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ એ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત, રાફેલ ફાઇટર જેટની બોડી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો બંને માટે ભારતમાં બનાવવામાં આવશે. આ માટે, બંને કંપનીઓ વચ્ચે ચાર ઉત્પાદન ટ્રાન્સફર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

આ પહેલી વાર છે કે રાફેલની બોડી ફ્રાન્સની બહાર ક્્યાંક બનાવવામાં આવશે. સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલ, બંને કંપનીઓ વચ્ચેના આ સહયોગનો હેતુ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો છે. દસોલ્ટ સાથે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમની ભાગીદારી હેઠળ, તેનું એક યુનિટ હૈદરાબાદમાં સ્થાપિત કરવામાં આવશે,

જ્યાં રાફેલના મુખ્ય માળખાકીય વિભાગોનું ઉત્પાદન કરવામાં આવશે. રાફેલનો આગળનો ભાગ, સેન્ટ્રલ ફ્યુઝલેજ, રીઅર સેક્શન અને લેટરલ શેલ જેવા ઘણા વિભાગો પ્લાન્ટમાં બનાવવામાં આવશે. નાણાકીય વર્ષ ૨૦૨૮ થી ઉત્પાદન શરૂ થવાની ધારણા છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, દસોલ્ટ એવિએશનના ચેરમેન અને સીઈઓ એરિક ટ્રેપિયરે જણાવ્યું હતું કે, આ ભારતમાં અમારી સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા તરફ એક નિર્ણાયક પગલું છે. ટીએએસએલ જેવા અમારા વધતા સ્થાનિક ભાગીદારો સાથે, આ સપ્લાય ચેઇન રાફેલના ઉત્પાદનમાં ફાળો આપશે અને અમારી ગુણવત્તા અને સ્પર્ધાત્મક જરૂરિયાતો પૂર્ણ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.