Western Times News

Gujarati News

રશિયાનો યુક્રેન પર ૪૦૦ ડ્રોન અને ૪૦ મિસાઇલથી હુમલો, ચારનાં મોત

આ હુમલો યુદ્ધ શરૂ થયા પછીના કેટલાંક મોટા હુમલાં પૈકીનો એકઃ ઝેલેન્સ્કી

કીવના રહેવાસીઓ માટે રાત અત્યંત પીડાદાયક રહી હતી, કેમ કે રશિયાના સૈન્ય એક સાથે ડ્રોન અને મિસાઇલોથી હુમલા કર્યા હતા

કીવ, રશિયાના સૈન્યે યુક્રેન પર ૪૦૦ ડ્રોન અને ૪૦ મિસાઇલોથી હુમલો કર્યાે છે. આ હુમલામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે, તેમ યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું છે. યુક્રેનની રાજધાની કીવના મેયર વિટાલી ક્લિટ્‌સ્કોએ કહ્યું કે કીવમાં ચાર લોકોના મોત થયા છે, અને ૨૦ લોકો ઘાયલ થયા છે. રાજ્યની ઈમરજન્સી સર્વિસે પુષ્ટિ કરી છે કે પીડિતોમાંથી ત્રણ ઈમરજન્સી સર્વિસના કર્મચારી હતા.

આ ઉપરાંત, રાષ્ટ્રીય પોલીસે જણાવ્યું કે દેશભરમાં લગભગ ૪૦ લોકો ઘાયલ થયા છે, જેમાં મોટાભાગના ઘાયલો ઉત્તર-પશ્ચિમમાં આવેલા લુતસ્ક અને પશ્ચિમમાં આવેલા ટેરનોપિલના છે. પોલીસના જણાવ્યા મુજબ રશિયાના હુમલામાં ૩૮ સુવિધાઓ ક્ષતિગ્રસ્ત થઈ છે, જેમાં પાંચ એપાર્ટમેન્ટ અને પાંચ ખાનગી ઘર સામેલ છે. કીવના રહેવાસીઓ માટે રાત અત્યંત પીડાદાયક રહી હતી. કેમ કે રશિયાના સૈન્ય એક સાથે ડ્રોન અને મિસાઇલોથી હુમલા કર્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયાએ રાતભર ૪૦૦થી વધુ ડ્રોન અને ૪૦ મિસાઇલોથી હુમલા કર્યા.

આ હુમલો યુદ્ધ શરુ થયા પછીના કેટલાક મોટા હુમલા પૈકી એક છે. હુમલામાં ચાર લોકોના મોત થયા છે, અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. યુક્રેનના લગભગ આખા હિસ્સાને ટાર્ગેટ બનાવવામાં આવ્યો, જેમાં પશ્ચિમમાં લ્વીવથી લઈને ઉત્તર-પૂર્વમાં સુમી સુધીના નવ ક્ષેત્ર સામેલ હતા. યુક્રેનના લોકોને અંદાજ હતો કે રશિયા બદલો લેવા માટે ઘાતક હુમલો કરી શકે છે. આ પહેલા યુક્રેનના જાસૂસોએ રશિયાના મોટા પાંચ એરબેઝને કાટમાળમાં ફેરવી દીધા હતા. યુક્રેનના જનરલ સ્ટાફે એક નિવેદનમાં કહ્યું કે, આ પહેલા ગુરુવારે યુક્રેનની સેનાએ બ્રાંસ્ક ક્ષેત્રમાં રશિયન મિસાઇલ યુનિટ પર હુમલો કર્યાે, જેમાં ઈસ્કેડર લોન્ચર નષ્ટ થયું હતું.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.