Western Times News

Gujarati News

અમેરિકામાં ઝેરી ફંગસ એટેકનો પ્રયાસ કરી રહ્યું છે ચીન!

(એજન્સી) ન્યુયોર્ક, અમેરિકાની કેન્દ્રીય તપાસ એજન્સી FBI એ બે ચીની નાગરિકની ખતરનાક જૈવિક રોગકારક જીવાતની તસ્કરીના આરોપમાં ધરપકડ કર્યા બાદ અમેરિકામાં ચીની બાબતોના અગ્રણી નિષ્ણાતની ચેતવણીએ અમેરિકાની ચિંતા વધારી દીધી છે અને કહ્યું છે કે, વર્તમાન સમયને ધ્યાને રાખી બીજિંગ સાથે સંપૂર્ણ સંબંધો તોડવાની તાતી જરૂર છે.

Chinese researchers’ alleged plot to smuggle crop-killing fungus into US is an ‘attack on US food supply’:

તેમણે ચેતવણી આપી છે કે, જો અમેરિકા ઝડપી કાર્યવાહી નહીં કરે તો તેણે કોરોનાથી પણ ખતરનાક ખતરાનો સામનો કરવો પડશે. FBI એ બે ચીની નાગરિકની ખતરનાક જૈવિક રોગકારક જીવાતની તસ્કરીના આરોપમાં ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલી ચીની નાગરિકનું નામ યુનકિંગ જિયાન અને જુનયોંગ લિયૂ છે. તેના પર આરોપ છે કે, તે એક ખતરનાક જૈવિક રોગજન્ય (બાયોલોજિકલ પૈથોજન) જીવાતને તસ્કરી કરીને અમેરિકામાં લાવી હતી.

ખુદ FBI પ્રમુખ કાશ પટેલે મંગળવારે (૩ જૂન) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર આ વિશે માહિતી આપી હતી. પટેલે જણાવ્યું કે, જે મહિલાની ધરપકડ કરવામાં આવી છે તે જિયાન યુનિવર્સિટી આૅફ મિશિગનમાં કામ કરી રહી હતી. તેના પર આરોપ છે કે, તેણે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી પ્રતિ વફાદારી દર્શાવી છે. તેને ચીન સરકાર તરફથી આ ફંગસ પર કામ કરવા માટે ફન્ડિંગ પણ મળ્યું હતું.

ચીની મહિલા પર જે પૈથોજનની તસ્કરીનો આરોપ છે તેને વૈજ્ઞાનિક દુનિયામાં ‘સંભવિત કૃષિ આતંકવાદ હથિયાર’ના રૂપે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. અમેરિકામાંથી ફંગસ સાથે બે ચીની નાગરિકો પકડાયા બાદ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની પ્રવૃત્તિઓના અગ્રણી વિશ્લેષક ગોર્ડન જી. ચાંગે કહ્યું કે, આ ઘટના અમેરિકા પર મોટો હુમલો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.