Western Times News

Gujarati News

એક્સપ્રેસ હાઈવે પર જેટલી ગાડી ચાલશે તેટલો ટોલ ટેક્સ કપાશે

પ્રતિકાત્મક

(એજન્સી)નવી દિલ્હી, દેશમાં ટૂંક સમયમાં નવી ટોલ પોલિસી અમલમાં આવી શકે છે. નવી ટોલ પોલિસી અંતર્ગત એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર જેટલું વાહન ચાલશે તેટલો જ ટોલ કપાશે. હવે કિલોમીટર દીઠ ટોલ ટેક્સ વસૂલવા નવી ટોલ પોલિસી આવશે.

હવે દરેક ટોલબૂથ પર લાગેલા ફાસ્ટટેગ અને કેમેરામાં નંબર પ્લેટને ચેક કરવામાં આવશે. વાહન ક્્યાં કેટલા કિમી ચાલ્યું છે તેની તપાસ કરવામાં આવશે અને ફાસ્ટટેગના માધ્યમથી તે મુજબ જ ટોલ વસૂલવામાં આવશે.

ટોલનો ચાર્જ સીધા વાહન માલિકના બેન્ક એકાઉન્ટમાંથી કપાશે. નવી ટોલ નીતિ વાહનચાલકોને પરવડે તેવી અને સુવિધાજનક હશે. જેના કારણે રોજની માથાકૂટ અને લાંબી લાઈનોમાંથી વાહનચાલકોને છૂટકારો મળશે. કેન્દ્ર સરકારને ટોલની સૌથી વધુ આવક ઉત્તરપ્રદેશમાંથી થઈ રહી છે. વર્ષ ૨૦૨૪-૨૫ના એપ્રિલથી ફેબ્રુઆરી સુધીમાં નેશનલ હાઈવે પર ટોલથી સૌથી વધુ રકમ વસૂલ કરવામાં આવી હતી.

આ જાણકારી સંસદમાં ખુદ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી ગડકરીએ આપી હતી. નવી નીતિ હેઠળ સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે હવે ડ્રાઇવરોએ ફક્ત તેમણે કાપેલા અંતર માટે જ ટોલ ફી ચૂકવવી પડશે. એટલે કે જો કોઈ વાહન ફક્ત ૧૦ કિમી માટે એક્સપ્રેસ વે અથવા રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ઉપયોગ કરે છે, તો તેણે તે મુજબ ટોલ ચૂકવવો પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.