ફાર્મા કંપની સાથે છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો

(પ્રતિનિધિ)ભરૂચ, અંકલેશ્વરની ફાર્મા કંપની પાસે રૂ.૧.૬૫ કરોડનો બલ્ક ડ્રગ્સનો જથ્થો લઈ પેમેન્ટ ન ચુકવી છેતરપીંડી આચરનાર મુંબઈના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર જીઆઈડીસીની ફાર્મા કંપની દ્વારા મુંબઈ સ્થિત ચાર કંપનીઓને બલ્ક ડ્રગનો ૧.૬૫ કરોડ ઉપરાંતનો માલસામાન આપ્યા બાદ અપાયેલ માલસામાનનુ પેમેન્ટ ન આપવાના ગુનામાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મુંબઈથી એક કંપનીના માલિક સહીત બેની અટકાયત કરી હતી.અંકલેશ્વર જીઆઈડીસીની સુયોગ લાઈફ સાઈન્સ પ્રા.લી.પાસેથી મુંબઈની ચાર કંપનીઓએ ફાર્મા પ્રોડક્ટનો બલ્ક ડ્રગનો ઓર્ડર આપ્યો હતો.
જેની કુલ કિંમત રૂ.એક કરોડ છોત્તેર લાખ અડતાલીસ હજાર ત્રણસો પંચોતેર થતી હતી.તમામ કંપનીઓએ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેક દ્વારા પેમેન્ટ ચૂકવ્યુ હતુ.જોકે નિયત સમય મર્યાદામાં તેઓના એકાઉન્ટમાં પૂરતી રકમ જમા નહોતી જેથી પેમેન્ટનુ ચુકવણુ થયુ નહોતુ.
અંતે અંકલેશ્વરની કંપનીએ ચારેય કંપનીઓના સંચાલકો વિરૂધ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી.
દરમ્યાન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આ મામલે મુંબઈના મુખ્ય સૂત્રધાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઉર્ફે ટીકા રામ નારાયણ ચૌરસિયાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.