Western Times News

Gujarati News

૨૦ વર્ષની સજા થઈ છે ધરપકડ થશે તેમ કહી સાયબર ફ્રોડોએ નકલી ધરપકડની નોટિસ મોકલી રૂ.૪૦ લાખ પડાવ્યા

ભરૂચમાં સાઈબર ફોર્ડનો વધુ એક દંપતિ ભોગ બન્યું

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચમા નિવૃત વ્યક્તિને સાઈબર ફ્રોડોએ અજાણ્યા નંબર ઉપરથી વોટ્‌સએપ ઉપર વીડિયો કોલિંગ તથા ધરપકડ વોરંટ મોકલી ફરિયાદી તથા તેના પરિવારના સભ્યોને ૨૦ વર્ષની સજા થઈ છે પોલીસ પકડવા આવશે તેમ કહી ડરાવી ધમકાવી સાયબર ફ્રોડોએ ૪૦ લાખ રૂપિયા પડાવી લેતા આખરે સમગ્ર મામલો સાયબર પોલીસ મથકમાં પહોંચતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.

ભરૂચના સાઈબર પોલીસ મથકમાં જીએનએફસી ટાઉનશીપ નજીક આવેલ મુક્તાનંદ સોસાયટીમાં રહેતા અંબાલાલ ઉદેસિંહ પરમારે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓ પોતે જીએનએફસી માં સિનિયર ઓપરેટર તરીકે નોકરી કરી નિવૃત્ત થયા છે

અને તેઓ તથા તેમની પત્ની સ્ટેટ બેંકમાં એકાઉન્ટો ધરાવો છો અને અજાણ્યા નંબર ઉપરથી એક મહિલાએ ફોન કરેલો જે રિસીવ કરતા પ્રિયા અગ્રવાલ તરીકે હિન્દી ભાષામાં વાતચીત કરેલી ત્યારબાદ રાહુલ રોય નામના ઈસમે પણ મુંબઈ પોલીસ તરીકે ફોન કરેલો.

બંને જણાએ ફરિયાદીને કહ્યું હતું કે તમને અને તમારા સભ્યોને ૨૦ વર્ષની સજા થઈ ગઈ છે અને વિડીયો કોલ કરનાર પોલીસના યુનિફોર્મમાં હોવાના કારણે ફરિયાદી પણ ગભરાઈ ગયેલા અને સાઈબર ફ્રોડે ફરિયાદીને કહ્યું હતું કે નરેશ ગોયલ નામના વ્યક્તિ પાસેથી પ્રુફ મળેલા છે

તેમ કહી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તરફથી તમારા નામે એરેસ્ટ વોરંટ નીકળી ગયા છે તેમ કહી ધરપકડથી બચવું હોય તો તમારા એકાઉન્ટમાં મોટી રકમ છે તે આપવી પડશે તેમ કહી ફરિયાદી અંબાલાલ પરમાર ગભરાઈ ગયેલા અને તાત્કાલિક પોતાના બેંક એકાઉન્ટમાં કરેલી ૪૫ લાખની એફડી તોડી ૪૦ લાખ રૂપિયાની રકમ સાયબર ફ્રોડોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.