Western Times News

Gujarati News

કેનેડામાંથી પાકિસ્તાની નાગરિકને યુએસ ડિપોર્ટ કરાયો

યહુદીઓની કત્લેઆમ કરવાના ષડયંત્રમાં આરોપીએ ન્યૂયોર્ક શહેરના એક યહુદી સેન્ટર પર ઘાતક આતંકવાદી હુમલો કરવાનું પ્લાનિંગ કર્યું હતું

વોશિંગ્ટન ડીસી,પાકિસ્તાનના એક નાગરિકને બ્›કલિનના યહુદી સેન્ટર પર ફાયરિંગ કરવાનું ષડયંત્ર રચવાના આક્ષેપમાં કેનેડામાંથી અમેરિકા ડિપોર્ટ કરવામાં આવ્યો છે. મોહમ્મદ શાહબાજ ખાન નામના આ પાકિસ્તાની નાગરિકનું પ્લાનિંગ સાતમી ઓક્ટોબરે હમાસ સ્ટાઈલમાં હુમલો કરવાનું હતું. આ સાથે જ એ કેનેડામાં શરણાર્થીનો દરજ્જો મેળવવા ઈચ્છતો હતો. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા સાતમી ઓક્ટોબર ૨૦૨૩એ હમાસે ઈઝરાયેલ પર હુમલો કરીને ૧૨૦૦ લોકોની હત્યા કરી દીધી હતી.

અમેરિકાના ન્યાય વિભાગના કહેવા મુજબ, ખાનની ગત વર્ષે અમેરિકા-કેનેડા બોર્ડરની પાસેથી ધરપકડ કરાઈ હતી અને તેને આ સપ્તાહમાં ન્યૂયોર્ક લાવવામાં આવ્યા હતો. મોહમ્મદ શાહબાજ ખાને યહુદી સેન્ટર પર એઆર-સ્ટાઇલ રાઇફલ અને ચાકુઓથી હુમલો કરવાનું પ્લાનિંગ બનાવ્યું હતું. તેમના સીક્રેટ એજન્ટોએ જણાવ્યું કે મોહમ્મદ શાહબેજ ખાન વધુને વધુને યહુદીઓની હત્યા કરવા ઈચ્છતો હતો.

સરકારી વકીલોનું કહેવું છે કે મોહમ્મદ શાહબાજ ખાને એક અમેરિકન સહયોગી અને બે સીક્રેજ એજન્ટોની સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું. ખાને બ્›કલિનના યહુદી ધાર્મિક સેન્ટરના એક પ્રાર્થનાસ્થળની તસવીર પણ શેયર કરી હતી. અમેરિકાના એટોર્ની જે ક્લેટને કહ્યું કે, આરોપીએ ન્યૂયોર્ક શહેરના એક યહુદી સેન્ટર પર ઘાતક આતંકવાદી હુમલો કરવાનું પ્લાનિંગ કર્યું હતું. એ ઓટોમેટિક હથિયારોથી યહુદી વસ્તીને વધુને વધુ નુકસન કરવા ઈચ્છતો હતો.

ખાનને કેનેડાના ઓર્મ્સટાઉનમાં અમેરિકાની બોર્ડરથી ફક્ત ૧૯ કિમી દૂર, એક માનવ તસ્કરની મદદથી પકડવામાં આવ્યો હતો. ખાને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના સમર્થનમાં હુમલો કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યાર પછીથી એ અમેરિકાની જાસૂસી એજન્સીના રડારમાં આવી ગયો હતો.

એફબીઆઈના બે અંડરકવર એજન્ટોએ એન્ક્રિપ્ટેડ ચેટથી આરોપી સાથે વાતચીત કરી. તો તેઓને આરોપીએ બ્›કલિનમાં એક યહુદી સેન્ટર પર હુમલો કરવા માટે એઆર-સ્ટાઇલ રાઇફલો મેળવવાનું પ્લાનિંગ કરવા અંગે જણાવ્યું હતું. ખાને કહ્યું હતું કે જો અમે અમારી યોજનામાં સફળ થઈશું તો આ ૯/૧૧ પછી અમેરિકાની ધરતી પર સૌથી મોટો આતંકવાદી હુમલો હશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.