Western Times News

Gujarati News

ગુજરાતના આ તાલુકાની ૨૧ ગ્રામ પંચાયતોમાંથી 3 પંચાયતો સમરસ બની

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાની ૨૧ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પૈકી આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયુ હતું.જેમાં પાંચ પંચાયતોની સામાન્ય ચુંટણી માટે ત્રણ ગ્રામ પંચાયત આસનેરા, સુડી તેમજ વાડીયા સમરસ બની હતી.મછાસરા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચની ચૂંટણી યોજાશે.જેમાં વાર્ડ નંબર ૧,૨,૫,૬,૭ અને ૮ બિનહરીફ બન્યાં હતાં.

જ્યારે વાર્ડ નંબર ૩ અને ૪ માં ચૂંટણી યોજાશે.બોડકા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચની ચૂંટણી યોજાશે.જેમાં વોર્ડ નંબર ૨,૩,૫,૬,૭ અને ૮ બિનહરીફ બન્યા હતા.જ્યારે વોર્ડ નંબર ૧ અને ૪ માં ચૂંટણી યોજાશે.જ્યારે મધ્યસત્ર ચૂંટણી માટે સરભાણ ગામ પંચાયતમાં સરપંચની ચૂંટણી યોજાશે.જેમાં વોર્ડ નંબર ૧,૨,૩,૪,૫,૬,૭ બિન હરીફ બન્યા હતા.

જ્યારે વોર્ડ નંબર ૮,૯,૧૦ માં ચૂંટણી યોજાશે.તેલોદ ગ્રામ પંચાયતની મધ્યસત્ર ચૂંટણી માટે સરપંચની ચૂંટણી યોજાશે.જેમાં વોર્ડ નંબર ૧,૩,૫ અને ૮ બિનહરિફ બન્યાં હતાં.જ્યારે વાર્ડ નંબર ૨,૪, ૬ અને ૭ માં ચૂંટણી યોજાશે. આ ઉપરાંત વાર્ડની પેટા ચૂંટણી માટે આછોદ પંચાયતનાં બંને વોર્ડ નંબર ૪ અને ૯ બિન હરિફ બન્યાં હતાં.

ઇખર પંચાયતના વોર્ડ નંબર ૪ બિનહરિફ બન્યો હતો.નિણમ પંચાયતમાં વોર્ડ નંબર ૭ બિનહરિફ બન્યો હતો.ચકલાદ પંચાયતમાં વોર્ડ નંબર ૬ બિનહરિફ બન્યો હતો.જ્યારે વોર્ડ નંબર ૮ માં ફોર્મ ભરાયું નથી.ઈટોલા ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી યોજાશે.જ્યારે વોર્ડ નંબર ૧ અને ૮ માં ફોર્મ ભરાયા નથી.માતર પંચાયતમાં વોર્ડ નંબર ૭ બિનહરિફ બન્યા હતા. રાણીપુરા વોર્ડ નંબર ૬ બિનહરીફ બન્યો હતો.કોલવણા વોર્ડ નંબર ૨ બિનહરીફ બન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.