Western Times News

Gujarati News

હવેના સ્ટારકિડ્‌ઝને સ્પર્ધા કે નેપોટીઝમનું પ્રેશર કે પરવાહ નથી : પલક

હું બીજા કોઈ વિશે વિચાર શા માટે કરું ? – પલક તિવારી

ઇન્ડસ્ટ્રીની અન્ય એક્ટ્રેસ સાથે મારી સરખામણી થાય ત્યારે પોતાની લાગણીઓ પર કાબુ રાખવાની કોશિશ કરૂ છુ :પલક

મુંબઈ,એક સમય એવો હતો કે કોઈ સ્ટાર કિડ્‌ઝ લોંચ થવાના હોય તો ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ તેમને લોંચ કરવા માટે કોઈ મોટા પ્રોડક્શનની ફિલ્મ પસંદ કરતા સામે તેમની સામે કોઈ ઇન્ડસ્ટ્રી બહારના કલાકારોને કે અન્ય સ્ટાર કિડ્‌ઝને એક સાથે લોંચ કરાતા નહોતાં. પરંતુ છેલ્લાં કેટલાંક વખતમાં એકસાથે ઘણાં સ્ટારકિડ્‌ઝ લોંચ થયાં છે.

તેમાં શાહરુખની દિકરી સુહાના ખાન, શ્રીદેવીની દિકરી ખુશી કપૂર, સૈફ અલી ખાનનો દિકરો ઇબ્રાહીમ અલી ખાન, આમિર ખાનનો દિકરો જૂનૈદ ખાન, ટિં્‌વકલ ખન્નાની દિકરી રાશા થડાની, ટીવીની દુનિયાની જાણીતી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દિકરી પલક તિવારી, શ્વેતા બચ્ચનનો દિકરો અગત્સ્ય નંદા, તેમની સામે ઇન્ડસ્ટ્રી બહારના પરિવારમાંથી આવતા વેદાંગ રૈના, શિખર અને વીર પહારીયા તેમજ લક્ષ્ય સહિતના યુવા કલાકારોનો સમાવેશ થાય છે. પરંતા આ કલાકારો એવા છે, જેઓ ઘણી પાર્ટી અને જાહેર કાર્યક્રમમાં એકબીજાની સાથે મળીને તેને માણતા દેખાય છે.

સાથે જ ક્યારેય કોઈ જાહેરમાં એકબીજા અંગે કોઈ નકારાત્મક નિવેદન કરે તે અસુરક્ષાની લાગણી અનુભવે તેવું પણ ધ્યાનમાં આવતું નથી. આવી જ વાત તાજેતરના ઇન્ટરવ્યુમાં રાશા થડાની અને પલક તિવારીએ પણ કરી છે. પલક તિવારીએ તાજેતરમાં જ તેનાં સાથી કલાકારો સુહાના ખાન અને અનન્યા પાંડે સાથે સ્પર્ધાને કારણે કોઈ પ્રેશર અનુભવાય કે નહીં તે અંગે ખુલીને પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતાં. તાજેતરમાં જ ‘ભુતની’માં તેના અભિનયની ચર્ચા થઈ છે, ત્યારે તાજેતરનાં ઇન્ટરવ્યુમાં લકે કહ્યું હતું કે જ્યારે ઇન્ડસ્ટ્રીની અન્ય એક્ટ્રેસ સાથે તેની સરખામણી ખાય ત્યારે તે પોતાની લાગણીઓ પર કાબુ રાખવાની કોશિશ કરે છે અને પોતાના કામ પર ધ્યાન આપે છે.

પર્ફાેર્મન્સ પ્રેશર અંગે વાત કરતાં પલકને પૂછાયું હતું કે અન્ય સ્ટાર કિડ્‌ઝ અનન્યા પાંડે, સુહાના ખાન, ઇબ્રાહીમ અલી ખાને પણ તેની આસપાસ જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું છે. ત્યારે તેમની સાથે સરખામણી થાય ત્યારે તેને દબાણ લાગે કે નહીં. આ પ્રશ્નના જવાબમાં પલકે ખુશ થઈને જવાબ આપ્યો હતો કે, “તમે જ્યારે તમારું કામ શ્રેષ્ઠતાથી કરવા માગતા હોય ત્યારે જો તમે પ્રેશરમાં આવો તો એ તમારા કામમાં વિÎન બની શકે છે, તેથી હું પ્રયત્ન કરું છું કે હું કોઈ પ્રેશર ન અનુભવું.

બીજું મને એક્ટિંગ કરીને જાણે કોઈ થેરાપી લેતી હોય એવં અનુભવાય છે. એક્ટર બનવું એ મારા બાળપણનું સપનું રહ્યુ છે. હું જ્યારે કૅમેરા સામે હોઉં છું ત્યારે સૌથી ખુશ હોઉં છું. મને સંતોષ છે કે હું મારું સપનું પૂરું કરી શકી છું, તો હું બીજા બધાં માટે વિચાર શા માટે કરું? લોકો વાતો કરશે, એ મારી પાસે તો પાછળથી પહોંચશે, તો એ તો જોઈ લેવાશે. હાલ તો હું ખુશ છું કે હું એક્ટિંગ કરું છું.”પલકે એવો પણ ઉલ્લેખ કર્યાે હતો કે તેની ઉંમરના બધાં જ કલાકારો જ્યારે કોઈ પાર્ટીમાં મળે છે, ત્યારે બધાં જ એકબીજાનાં સંઘર્ષની વાતો કરતાં હોય છે.

“દરેકની પોતાની સફર છે. દરેક એક પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યાં છે કારણ કે આ યુવાન વયે પોતચાની જાતે પોતાનું નામ બનાવવું અઘરું છે. અમે બધાં જ અમને પોતાને પર્ફાેર્મર માનીએ છીએ, બોલિવૂડ પણ પોતાનું ભવિષ્ય ફરીથી બનાવી રહ્યું છે, પણ મને વિશ્વાસ છે કે અમે બધાં અમારો રસ્તો બનાવી લઇશું.”પલકે છેલ્લે ભૂતની ફિલ્મમાં કામ કર્યું હતું, જે ગયા મહિને જ રિલીઝ થઈ છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.