સિદ્ધુ મુસેવાલાની હત્યા પર આધારીત ડોક્યુમેન્ટ્રી BBC દ્વારા Youtube પર રિલીઝ કરાઈ

સિદ્ધુ મુસેવાલાના પિતાની બીબીસીએ યૂટ્યુબ પર પ્રતિબંધની અરજી છતાં બીબીસીએ સિદ્ધુની ડોક્યુમેન્ટ્રીને રિલીઝ કરી
બીબીસી વર્લ્ડ સર્વીસ દ્વારા ૧૧ તારીખે ફિલ્મ રિલીઝ કરવામાં આવી
મુંબઈ,પંજાબી ગાયક શુભદીપ સિંઘ સિદ્ધુ, જે સિદ્ધુ મુસેવાલાના નામથી જાણીતો હતો, તેની હત્યા પર આધારીત બે ભાગમાં બનેલી ડોક્યુમેન્ટ્રી બીબીસી વર્લ્ડ સર્વિસ દ્વારા ૧૧ જૂને યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવી છે. મુસેવાલાના પિતાએ પંજાબની મનસા કોર્ટમાં આ ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગ પર રોક લગાવવા માટે અરજી કરી હોવા છતાં તેની આ ડોક્યુમેન્ટ્રી તેના જન્મદિવસ નિમિત્તે રિલીઝ કરવામાં આવી છે. કોર્ટમાં ૧૨ જૂને આ પિટિશન પર સુનાવણી થવાની છે.
મુસેવાલાના પરિવાર દ્વારા વાંધો ઉઠાવ્યા અને ફરિયાદ કરવા છતાં, પરિવાર પોતાની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરે તે પહેલાં જ બીબીસીએ આ ફિલ્મ બે ભાગમાં પબ્લિશ કરી દીધી છે, સાથે જ તેમાં મુસેવાલાના કેટલાંક રિલીઝ નહીં થયેલાં ગીતો પણ સમાવી લેવાયા છે. આ ફિલ્મમાં મુસેવાલાના જુના મિત્રો, પત્રકારો અને પંજાબ અને દિલ્હીના વરિષ્ઠ પોલીસ અધિકારીઓના ઇન્ટરવ્યુ પણ સમાવાયા છે. તે ઉપરાંત આ ડોક્યુમેન્ટ્રીમાં ગેંગ્સ્ટર ગોલ્જી બ્રાર સાથેનો ઓડિયો ઇન્ટરવ્યુ પણ સમાવાયો છે, જેના પર ૨૯ મે, ૨૦૨૨ના દિવસે જવાહર કે વિલેજ, મંસા જિલ્લામાં મુસેવાલાની હત્યાનો આરોપ મુકવામાં આવ્યો છે.
બીબીસીનો વિચાર બુધવારે સાંજે મુંબઈના એક સિનેમાહોલમાં આ ફિલ્મ રિલીઝ કરવાનો વિચાર હતો. પરંતુ વિવાદને ધ્યાનમાં રાખીને તેમણે આ ડોક્યુમેન્ટ્રી યુટ્યુબ પર રિલીઝ કરી દીધી. આ ડોક્યુમેન્ટ્રીના પહેલા એપિસોડનું નામ ‘ધ કિલિંગ કોલ’ આપવામાં આવ્યું છે, જેમાં મુસેવાલાનાં બાળપણ, લોકપ્રિયતાની સફર અને તેને લગતાં વિવાદોની વાત કરવામાં આવી છે. જ્યારે બીજા એપિસોડમાં તેની હત્યા અને તેની આસપાસની ઘટનાઓ અંગે વાત કરવામાં આવી છે.
બીબીસીએ વીડિયોના વર્ણનમાં લખ્યું છે, “૨૯ મે, ૨૦૨૨, પંજાબી ગાયકની ભાડુઆતી બંદુકધારીઓએ ગાડીનો પીછો કરીને ગાડીના કાચમાંથી જ ગોળી મારીને હત્યા કરી હતી અને તેને મરતો મુકીને ભાગી ગયા હતા. ત્યાર પછી ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે જાહેરમાં આ હત્યાની જવાબદારી લીધી હતી. પરંતુ લગભગ ત્રણ વર્ષ પછી પણ કોઈને સજા પડી નથી, તેની હત્યાનો હેતુ પણ સ્પષ્ટ થયો નથી અને બ્રાર હજુ ખુલીને જીવે છે.
બીબીસીએ મુસેવાલાની નજીકના લોકો સાથે વાત કરી, પંજાબના ગામડાંમાંથી તેના ઉદયથી ગ્લોબલ સ્ટરડમ, તે કઈ રીતે ગુનેગારોની જાળમાં ફસાયો અને તેને નિશાન કેમ બનાવાયો, તે દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.”આ અંગે મુસેવાલાના પિતાએ જણાવ્યું, “અમે આ ડોક્યુમેન્ટ્રી સામે વાંધો ઉઠાવ્યો હતો, અમારી મંજુરી વિના આ ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરવામાં આવી છે. અમે મનમા કોર્ટની મદદ માગી છે અને પણ હવે આ મુદ્દે અમે હાઇકોર્ટમાં જઈશું.” તેમણે એવો પણ દાવો કર્યાે છે કે આ ડોક્યુમેન્ટ્રીમાં તેના દિકરાના વારસાને હાનિ પહોંચાડવાની કોશિશ કરી છે.SS1