ડકોટા જ્હોન્સન અને કોલ્ડપ્લેના સિંગર ક્રિસ માર્ટિન અલગ થતા હોવાની ચર્ચા

ડકોટાએ કહ્યું ડેટિંગમાં કોઈ જ સમાધાન ન થઈ શકે
ડકોટાએ કહ્યું, “દરેક પાત્રના આવરણો અને જટિલતા, વિરોધાભાસ, દરેક કન્ફ્યુઝ છે કે તેમણે પોતાના દિલ સાથે શું કરવું જોઈએ અને કયું પગલું યોગ્ય ગણાશે
મુંબઈ,છેલ્લા કેટલાંક સમયથી ડકોટા ડ્હોનસન અને ક્રિસ માર્ટિન આઠ વર્ષ સાથે રહ્યાં પછી અલગ થઈ રહ્યાં હોવાની ચર્ચા છે. પરંતુ કોલ્ડપ્લે બેન્ડના લીડ સિંગર ક્રિસે આ અંગે કોઈ કડવાશ રાખી હોય એવું લાગતું નથી. સાથે જ ક્રિસે લાસ વેગાસના પોતાના શોમાં ડકોટાની આગામી ફિલ્મ ‘મટિરીયાલિસ્ટ્સ’ની જાહેરાત પણ કરી હતી. જોકે, ડકોટાના શબ્દો અને વાત પરથી લાગ છે કે ક્રિસ આ વાતને જેટલી સહજતાથી લે છે, એટલું સહજતા અને હુંફ સાથે ડકોટા આ વાતને લઈ શકી નથી.
તાજેતરમાં જ કોલ્ડ પ્લે બેન્ડની ‘મ્યુઝિક ઓફ ધ સ્ફીયર્સ’ વર્લ્ડ ટૂર યોજાઈ હતી. તેના અંતિમ કોન્સર્ટ વખતે ક્રિસે ડકોટા તરફ સિર ઝુકાવીને કહ્યું હતું, “દરેકનો ખુબ આભાર. તમારી જાત પર દયા રાખજો. એકબીજા પ્રત્યે દયા રાખજો. મટિરીયાલિસ્ટ્સ જોવાનું ચૂકશો નહીં. અમે તમને પ્રેમ કરીએ છીએ.”જોકે, ડકોટા ડેટિંગ બબાતે ઊંચા ધારા ધોરણો ધરાવતી હોય એવું ટુડે શો વિથ ક્રેગ મેલ્વિન શો પર ક્રિસ ઇવાન્સ સાથેની તેની ચર્ચા પરથી લાગ્યું. પોતાના પાર્ટનર સાથેની એક વાત જેમાં કોઈ જ સમાધાન ન થઈ શકે, તે અંગે વાત કરતા ક્રિસ ઇવાન્સે જણાવ્યું, “શ્વાનને પ્રેમ કરવો જોઈએ, એમને પ્રેમ મળવો જ જોઈએ.
જો તમને શ્વાન ન ગમતા હોય, તો તમે કરો છો શું?” તે પોતાના ડોજર નામના શ્વાનને પ્રેમ કરે છે, તેની આ વાત એક સાબિતી જેવી હતી. આ વાતમાં ડકોટા પણ કૂદી પડી હતી અને સમાધાન ન કરવા બાબતો પોતાનો મત જાહેર કરતાં કહ્યું, “હા, પણ એક ખરાબ વ્યક્તિની જેમ નહીં?” આ બાબતે ક્રેગ કશું બોલી શક્યો નહીં અને ક્રિસે તાળીઓ પાડીને કહ્યું, “આ એક દમ ચોક્કસ જવાબ હતો. બરાબર છે. બિલકુલ સચોટ.”ડકોટાએ નિખાલસતાથી આ ફિલ્મમાં તેના રોલ વિશે પણ વાત કરી હતી. આ એક રોમકોમ ફિલ્મ છે, જેમાં પ્રેમ, દિલ તૂટવાની અને અસ્તવ્યસ્ત અને મૂંઝાઈ જવાય એવા જીવનની વાત છે.
ડકોટાએ કહ્યું, “દરેક પાત્રના આવરણો અને જટિલતા, વિરોધાભાસ. દરેક કન્ફ્યુઝ છે કે તેમણે પોતાના દિલ સાથે શું કરવું જોઈએ અને કયું પગલું યોગ્ય ગણાશે. મને એ ઘણું ઇમાનદાર લાગ્યું અને હું તેની સાથે મારી જાતને જોડી શકી.”આ ઉપરાંત સમાજ સંબંધોને કઈ રીતે જુએ છે, એ અંગે પણ ડકોટાએ વાત કરી હતી. તેણે કહ્યું, “ઘણાં લાંબા સમયથી આપણે સંબંધો પર બહુ જલ્દી તારણ પર આવી જઈએ છીએ, એ કેવો હોવો જોઈએ, દુનિયામાં સંબંધોનું અસ્તિત્વ કેવું હોવું જોઈએ, લોકોએ ક્યારે લગ્ન કરવા જોઈએ અને ડિવોર્સ ખરાબ કહેવાય.
આ બધી બાબતો વિશે તમે ખરેખર જો વિચારો તો, ડિવોર્સ કેમ ખરાબ છે? લોકોએ કેમ એક ચોક્કસ ઉમરે અને એક જ વખત લગ્ન કરવા જોઈએ? કેમ? તેનો કોઈ મતલબ નથી.” ડકોટા જ્હોન્સન, ક્રિસ ઇવાન્સ અને પેડ્રો પાસ્કલની ફિલ્મ મેતમેકરની દુનિયાની વાત કરે છે, તે ૧૩ જૂને રિલીઝ થશે.SS1