Western Times News

Gujarati News

તાજમહેલ થયો ગાયબ ? ડિઝનીના એલિયોના નવા પ્રોમોએ રહસ્ય ફેલાવ્યું

તાજ મહેલ ભારતના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક સ્થળ

આ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ તેમણે એક વિચિત્ર પ્રકાશ જોયો અને પૃથ્વી પરની અજાયબી ગાયબ થઈ ગઈ છે

મુંબઈ,તાજ મહેલ ભારતના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક સ્થળ છે. દુનિયાની આઠ અજાયબીઓમાં તે સ્થાન ધરાવે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ફરતો થયો છે, જેમાં આ તાજમહેલ ગાયબ થતો દેખાય છે. આ વીડિયોની શરૂઆતમાં દેખાય છે કે આગ્રાના આ જાણીતા સ્થાપત્યની ઉપર એક બ્લ્યુ પ્રકાશ પડે છે. થોડી જ ક્ષણોમાં તાજ મહેલ ગાયબ થઈ જાય છે અને તેનો કોઈ પુરાવો પણ દેખાતો નથી.

વોલ્ટ ડિઝની સ્ટુડિયોઝ ઇન્ડિયા દ્વારા આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. તેની આવનારી ફિલ્મ ‘એલિયો’ની જાહેરાત માટે આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.આ વીડિયો પોસ્ટ કરતા કૅપ્શનમાં લખાયું છે, “આગ્રાનાં આકાશમાં વિચિત્ર ઘટના બની છે. આ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ તેમણે એક વિચિત્ર પ્રકાશ જોયો અને પૃથ્વી પરની અજાયબી ગાયબ થઈ ગઈ છે. ક્યાં ગયો? કોણ લઈ ગયું?” તેમાં આગળ લખ્યું હતું, “જો તમે આ અંગે કશું વધારે જાણવા માગતા હોય તો, ૨૦ જૂને ‘એલિયો’ જુઓ.”

ડિઝની પિક્સરની આ ફિલ્મ એક ઇન્ટરગેલેક્ટિક એડવેન્ચર ફિલ્મ છે, જેમાં ૧૧ વર્ષના એલિયોની વાત છે. એક નાનો છોકરો ગેલેક્સીમાં પહોંચી ગયો હોય છે અને ત્યાં તે પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરે છે. આ ફિલ્મ ઇંગ્લિશ, હિન્દી અને તેલુગુમાં રિલીઝ થશે. આ ફિલ્મના ટ્રેલરમાં એલિયો વિવિધ ગ્રહો પર જે પડકારો અને મુશ્કેલીઓ અનુભવે છે, તેની વાત છે.

તે વિવિધ ગ્રહો અને વિચિત્ર જીવોને મળતો હોય અને ર્બ્હમાંડના વિવિધ પડકારોનો સામનો કરે છે, જ્યાં તેના અસ્તિત્વનો ખરો અર્થ શુ છે અને તે ભવિષ્યમાં શું બનશે એ પણ તે જાણે છે. ‘એલિયો’ પહેલાં ૧૩ જૂને રિલીઝ થવાની હતી પરંતુ એ જ દિવસે ‘હાઉ ટુ ટ્રેઇન યોર ડ્રેગન’ રિલીઝ થવાની હોવાથી આ ફિલ્મની રિલીઝ પાછી ઠેલાઈ હતી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.