“હું દીપિકાની વ્યાજબી માગણીઓને ટેકો આપું છું” : નેહા

દીપિકા મુદ્દે નેહા ધુપિયા નેહા ધુપિયાએ તાજેતરમાં જ આઠ કલાકની શિફ્ટની વાત કરી હતી.
તેણે એમ પણ કહ્યું હતું કે તે એ એક વર્કીંગ મોમ તરીકે આ સ્થિતિ સમજે છે
મુંબઈ,છેલ્લાં કેટલાંક સમયથી દીપિકા પાદુકોણ અને સંદીપ રેડ્ડી વાંગા વચ્ચેનો વિવાદ ચર્ચામાં છે. સંદીપ રેડ્ડી વાંગાએ સોશિયલ મીડિયા પર જાહેરમાં દીપિકાને પોતાની ફિલ્મ સ્પિરીટમાંથી કાઢીને તૃપ્તિ ડિમરીએ રિપ્લેસ કરી હોવાની પોસ્ટ કરી દીધી હતી. તેમાં દીપિકાએ દિકરી સાથે સમય વિતાવવા આઠ કલાકની શિફ્ટ અને વધારાના સમય માટે વધારાના વળતરની માગણી કરી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી હતી, જેના પ્રતિસાદમાં સંદીપ રેડ્ડી વાંગાએ દીપિકાને અનપ્રોફેશલ ગણાવીને તેણે તેની ફિલ્મની વાર્તા જાહેર કરી હોવાની પણ વાત કરી હતી.
આ મુદ્દે મણિ રત્નમ, અજય દેવગન અને સૈફ અલી ખાને દીપિકાના ટેકામાં નિવેદનો પણ આપ્યાં હતાં અને વર્ક લાઇફ બેલેન્સના મહત્વ વિશે પણ વાત કરી હતી. હવે આ મુદ્દે નેહા ધુપિયાએ દીપિકાને ટેકો જાહેર કર્યાે છે. નેહા ધુપિયાએ તાજેતરમાં જ આઠ કલાકની શિફ્ટની વાત કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે તે એ એક વર્કીંગ મોમ તરીકે આ સ્થિતિ સમજે છે.
નેહા ધુપિયાએ સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરીને લખ્યું, “માત્ર વાતોથી ઉપર ઇઠીને કામ અને અંગત જીવન વચ્ચે તાલમેલ જાળવવા માટે, નવી માતાઓને વ્યવહારુ સમર્થન અને તેમની સ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લેવાની જરૂર છે. તેના બદલે આપણે તેમને કોરાણે મુકી દઈએ છીએ અથવા તેમની સ્થિતિ માટે તેમને શરમમાં મુકીએ છીએ. યોગ્ય અને વિચારવા લાયક કામના કલાકો બાબતે હું દીપિકાની વ્યાજબી માગણીના ટેકામાં છું.”SS1