Western Times News

Gujarati News

અમદાવાદની નેક્સા એવરગ્રીન કંપની પર દરોડાઃ ગુજરાત, રાજસ્થાન, દિલ્હીમાં ૨૪ સ્થળોએ EDના દરોડા

File Photo

2700 કરોડના મની લોન્ડરીંગ મામલે 24 લોકેશનો પર દરોડા

(એજન્સી)નવી દિલ્હી, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીમાં લગભગ ૨૪ સ્થળો પર ગુરૂવારે સવારે ઇડીની ટીમે રેડ પાડી છે. તપાસ એજન્સીના સૂત્રોના અનુસાર લગભગ ૨૭૦૦ કરોડ રૂપિયાનો મની લોન્ડરિંગનો મામલો છે.

અમદાવાદ, દિલ્હી અને રાજસ્થાનના સીકર, જયપુર, જોધપુર, ઝુંઝુનૂમાં કાર્યવાહી થઇ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ રેડ નેક્સા એવરગ્રીન નામના પ્રોજેક્ટમાં આચરવામાં આવેલી છેતરપિંડીને લઇને છે.

Big ED crackdown: Raids at 24 locations across Rajasthan, Gujarat & Delhi in ₹2700 Cr money laundering probe. Nexa Evergreen project under scanner. Key spots: Sikar, Jaipur, Jodhpur, Jhunjhunu, Ahmedabad, Delhi. Documents & digital trails being examined.

પ્રોજેક્ટમાં રોકાણ કરનારાઓને કંપની તરફ એક સમય બાદ ફ્લેટ, જમીન અથવા વધુ રેટ પર પૈસા પાછા આપવાનો વિશ્વાસ આપવામાં આવતો હતો. આ કેસમાં રાજસ્થાન પોલીસે પણ ઘણા લોકોના વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તપાસ એજન્સીના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તાજેતરમાં હાથ ધરવામાં આવેલા દરોડા દરમિયાન આ મામલામાં મોટા પાયે નાણાકીય અનિયમિતતાઓ સામે આવી છે. આ કાર્યવાહી દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

આ દરોડામાં મળેલી માહિતીના આધારે ઘણા મોટા આરોપીઓની બેનામી સંપત્તિઓ શોધી કાઢવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેનાથી આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્્યતા છે.

નેક્સા એવરગ્રીન કંપનીનું રજિસ્ટ્રેશન અમદાવાદમાં ૧૭ એપ્રિલ ૨૦૨૧ના રોજ થયું હતું. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, અમદાવાદના રેકોર્ડ્‌સથી ખબર પડે છે કે આ કંપની રિયલ એસ્ટેટ એક્ટિવિટી માટે રજિસ્ટર્ડ કરવામાં આવી હતી. આ કંપનીના માલિક સુભાષ બિજારણિયા અને રણવીર બિજારણિયા સીકરના પનલાવા રહેવાસી છે.

આ કંપની ગુજરાતમાં ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટના નામે લોકો પાસેથી રોકાણના બહાને પૈસા એકઠા કરી રહી હતી. કંપનીમાં બનવારી મહરિયા, ઉપેન્દ્ર બિજારણિયા, લક્ષ્મી સલીમ ખાં, દાતાર સિંહ, રક્ષપાલ, ઓમપાલ અને સાવરમલના નામ પણ સામે આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.