Western Times News

Gujarati News

ભારત સજ્જ હશે પરંતુ અમારે કેવી રીતે રમવું તે જાણીએ છીએઃ મેક્કુલમ

શું કરવું જોઇએ તે અંગે ઇંગ્લેન્ડની ટીમ સ્પષ્ટ છે : મેક્કુલમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટની સિરીઝની પ્રથમ ટેસ્ટ ૨૦મી જૂનથી લીડ્‌ઝ ખાતે શરૂ થનારી છે

લંડન,ભારતીય ક્રિકેટ ટીમ શુભમન ગિલની આગેવાની હેઠળ ઇંગ્લેન્ડ પહોંચી ગઈ છે અને ત્યાં તે ગૃહટીમ સામે પાંચ ટેસ્ટની સિરીઝ રમવા માટે સજ્જ છે પરંતુ હરીફ ટીમના ચીફ કોચ અને ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેન્ડન મેક્કુલમનું કહેવું છે કે ભારત સજ્જ છે પરંતુ તેની સામે કેવી રીતે રમવું તે અંગે અમે સ્પષ્ટ છીએ અને તે બાબત સારી રીતે જાણીએ છીએ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટની સિરીઝની પ્રથમ ટેસ્ટ ૨૦મી જૂનથી લીડ્‌ઝ ખાતે શરૂ થનારી છે.

આ અગાઉ શુક્રવારથી ભારત તેના અંદરોઅંદરના ખેલાડીઓની એક પ્રેક્ટિસ મેચ રમશે. લીડ્‌ઝ ટેસ્ટ સાથે ભારત તેની આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઇકલનો પણ પ્રારંભ કરશે. બ્રેન્ડન મેક્કુલમે જણાવ્યું હતું કે ભારત અત્યારે સર્વશ્રેષ્ઠ ટીમ છે અને તેઓ ઘણી મોટી આશા સાથે આવ્યા છે. અમે તેમની સામે રમવા આતુર છીએ.આ તરફ ઇંગ્લેન્ડે તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની લિમિટેડ ઓવરની (ત્રણ વન-ડે અને ત્રણ ટી૨૦) સિરીઝ રમી હતી જેમાં તેમણે કેરેબિયન ટીમનો વ્હાઇટવોશ કર્યાે હતો. જોકે ઇંગ્લેન્ડનું ફોકસ હવે રેડ બોલ ક્રિકેટ પર રહેશે.

હાલમાં તેઓ ભારત સામેની સિરીઝ અને ત્યાર બાદ આ જ વર્ષે રમાનારી એશિઝ માટે તૈયારી કરી રહ્યા છે.મેકક્લુમે જણાવ્યું હતું કે મહત્વની બાબત એ છે કે ટીમના ખેલાડીઓ હવે ળેશ થઈ રહ્યા છે. અમે એ બાબત સારી રીતે જાણીએ છીએ કે ટેસ્ટ મેચમાં રમવા માટે અમારે શું કરવું જોઇએ. ભારત સામેની સિરીઝમાં ઇંગ્લેન્ડની ટીમ તેના આધારભૂત ઝડપી બોલર માર્ક વૂડ વિના રમવાની છે. વૂડ ઇજાને કારણે ભારત સામેની કમસે કમ પ્રથમ ત્રણ ટેસ્ટ ગુમાવશે. વૂડ ઉપરાંત જોફરા આર્ચર પણ હાલમાં અનફિટ છે અને તે લીડ્‌ઝ ખાતેની પ્રથમ ટેસ્ટમાં રમી શકવાનો નથી.

આઇપીએલમાં રમેલો ગસ એટકિન્સન પણ ઇજાગ્રસ્ત છે. આમ છતાં બ્રેન્ડન મેક્કુલમને ભારત સામે સારી બોલિંગની અપેક્ષા છે અને તે પોતાની પાસે રહેલા બોલિંગના વિકલ્પો અંગે ઉંચો આત્મવિશ્વાસ ધરાવે છે.અમારી ટીમમાં કેટલાક સારા બોલર ઉપલબ્ધ નથી. જોકે અમારી પાસે સારું બોલિંગ આક્રમણ છે. ક્રિસ વોક્સ, સેમ કૂક, બ્રાયડન કાર્સે, જેમી ઓવર્ટન અને જોશ ટોંગ જેવા બોલર ધરાવતું અમારું બોલિંગ આક્રમણ મજબૂત છે. આ ઉપરાંત અમારી પાસે શોએબ બશીર છે જે દિવસે દિવસે ટેસ્ટ ક્રિકેટ માટે પરિપક્વ બની રહ્યો છે.

આમ છતાં આ બોલિંગની ભારત સામે કસોટી થનારી છે તેનાથી અમે સુપરિચિત છીએ તેમ ઇંગ્લેન્ડના ચીફ કોચે ઉમેર્યું હતું.બીજી તરફ ભારત પણ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિન વિના તેના નવા ટેસ્ટ યુગનો પ્રારંભ કરી રહ્યું છે. બ્રેન્ડન મેક્કુલમે ઇંગ્લેન્ડના કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યાર બાદ તેણે અંગ્રેજ ટીમને પરંપરાગત ઢાંચામાંથી બહાર લાવીને નવી બેઝબોલ સ્ટાઇટલ અપનાવી હતી. તેઓ ટેસ્ટમાં પણ ટી૨૦ની માઉક બેટિંગ કરતાં હતા જોકે આ સ્ટાઇલ આકર્ષક હતી પરંતુ તેનાથી ઇંગ્લેન્ડને ફાયદા કરતાં નુકસાન વધારે થયું છે. હવે ભારત સામે મેક્કુલમ કેવી સ્ટાઇલ અપનાવે છે તે જોવાનું રહેશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.