Western Times News

Gujarati News

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એશિયન પેઈન્ટ્‌સમાં ૩.૬૪ ટકા હિસ્સો રૂ.૭૭૦૩ કરોડમાં વેચ્યો

રિલાયન્સે શેરદીઠ સરેરાશ રૂ.૨૨૦૧ના ભાવથી ૩.૫૦ કરોડ શેર વેચ્યા

બીજી કેટલીક કંપનીઓ પણ પેઈન્ટ ક્ષેત્રે પ્રવેશી છે, તેને કારણે માર્જિન પર પણ અસર જોવા મળી રહરી છે

મુંબઈ,બિલિયોનેર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગુરુવારે એશિયન પેઈન્ટ્‌સમાં ૩.૬૪% હિસ્સો વેચ્યો છે જેનું મૂલ્ય રૂ.૭૭૦૩ કરોડ થાય છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે આ હિસ્સો ખરીદ્યો છે. ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શનથી આ લે-વેચ થઈ હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જના બ્લોક ડીલ ડેટા મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેની એફિલિયેટ સિદ્ધાંત કોમર્શિયલ્સ પ્રાઈવેટ લિમિટેડ મારતે એશિયન પેઈન્ટ્‌સના ૩.૫૦ કરોડ શેર (૩.૬૪%) વેચ્યા હતા.

સરેરાશ શેરદીઠ રૂ.૨૨૦૧ના ભાવથી રિલાયન્સે આ શેર વેચ્યા છે જેનું મૂલ્ય રૂ.૭૭૦૩.૫૦ કરોડ થાય છે.આ હિસ્સો વેચ્યા બાદ સિદ્ધાંત કોમર્શિયલ્સનું એશિયન પેઈન્ટ્‌સમાં હોલ્ડિંગ ઘટીને ૧.૨૬% રહ્યું છે, જે અગાઉ ૪.૯૦% હતું. હવે તેની પાસે ૮૭ લાખ શેર છે. બીજી તરફ આ તમામ શેર એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે ખરીદ્યા છે અને હવે એશિયન પેઈન્ટ્‌સમાં તેનું હોલ્ડિંગ ૧.૫૧ ટકાથી વધીને ૫.૧૫% થયું છે.

એશિયન પેઈન્ટ્‌સના શેરનો ભાવ ૦.૭૩% વધીને રૂ.૨૨૨૫ પર બંધ રહ્યો હતો.એશિયન પેઈન્ટ્‌સનો નેટ પ્રોફિટ ૪૫ ટકા ઘટીને રૂ.૭૦૧ કરોડ થયો હતો, જે ગત વર્ષે આ ગાળામાં રૂ.૧૨૭૫ કરોડ હતો. આવક ૪.૨૫ ટકા ઘટીને રૂ.૮૩૫૯ કરોડ થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં રૂ.૮૭૩૧ કરોડ હતી. કંપનીના બોર્ડે શેરદીઠ રૂ.૨૦.૫૫નું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં બિરલા ગ્›પે પેઈન્ટ્‌સ ઉદ્યોગમાં ઝંપલાવ્યું છે જેને કારણે સ્પર્ધા વધી છે. બીજી કેટલીક કંપનીઓ પણ પેઈન્ટ ક્ષેત્રે પ્રવેશી છે. તેને કારણે માર્જિન પર પણ અસર જોવા મળી રહરી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.