Western Times News

Gujarati News

ઇઝરાયેલે ઈરાનની પરમાણુ સુવિધાઓ પર હુમલો કરીને ‘લાલ લાઈન’ ઓળંગીઃ ચીન

નવી દિલ્હી, ઇઝરાયેલ દ્વારા ઈરાનની પરમાણુ અને લશ્કરી સુવિધાઓ પર હુમલા બાદ ચીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઇઝરાયેલે મધ્ય પૂર્વમાં વિસ્ફોટક પરિસ્થિતિ સર્જી છે.

China says Israel crossed a ‘red line’ by striking Iran‘s nuclear facilities.

શુક્રવારે ઇઝરાયેલના હુમલાઓમાં 78 લોકો માર્યા ગયા અને 320થી વધુ ઘાયલ થયા છે. ઈરાનના છ વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિકો અને સૈન્ય અધિકારીઓ પણ માર્યા ગયા છે. ચીને શાંતિ સ્થાપવામાં ભૂમિકા ભજવવાની તૈયારી દર્શાવી છે અને તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.