Western Times News

Gujarati News

અમેરિકામાં ઇમિગ્રેશન દરોડા સામે રાષ્ટ્રવ્યાપી દેખાવો વધુ ઉગ્ર બન્યાં

નેશનલ ગાર્ડની તૈનાતીને મામલે ટ્રમ્પને અપીલ કોર્ટની રાહત

ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ વિરુદ્ધ ઘણા પ્રદર્શનો શાંતિપૂર્ણ રહ્યાં છે, જ્યારે અન્ય પ્રદર્શનોમાં પોલીસ સાથે અથડામણ થઈ હતી

નવી દિલ્હી, અમેરિકામાં ફેડરલ ઇમિગ્રેશન દરોડા પછી ઇમિગ્રન્ટ્‌સના ચાલુ થયેલા વિરોધી દેખાવો વધુને વધુ ઉગ્ર બની રહ્યાં છે. લાસ વેગાસ, શિકાગો, સિએટલ, વોશિંગ્ટન સહિતના શહેરોમાં હજારો લોકો દેખાવો કર્યાં હતાં. સપ્તાહના અંતે મોટા પ્રદર્શનોનો સામનો કરવા માટે તમામ શહેરોના અધિકારીઓ તૈયારીઓ કરી રહ્યાં છે. ઉગ્ર વિરોધ પ્રદર્શનોને કારણે અધિકારીઓએ લોસ એન્જલસ અને સ્પોકેન સહિતના શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવો પડ્યો હતો.

દેખાવકારોએ શનિવારે દેશભરમાં ‘નો કિંગ્સ’ આંદોલન કરવાની યોજના બનાવી છે.ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ વિરુદ્ધ ઘણા પ્રદર્શનો શાંતિપૂર્ણ રહ્યાં છે, જ્યારે અન્ય પ્રદર્શનોમાં પોલીસ સાથે અથડામણ થઈ હતી.પોલીસે ભીડને વિખેરવા માટે ગીયર ગેસનો ઉપયોગ કરીને અત્યાર સુધી સેંકડો લોકોની ધરપકડ કરી છે. ટ્રમ્પે લોસ એન્જલસમાં આશરે ૪,૦૦૦ નેશનલ ગાર્ડ સૈનિકો અને ૭૦૦ મરીનને તૈનાત કરવાનો આદેશ આપ્યો હોવા થતાં વિરોધની આગ કાબુમાં આવી નથી.

ટેક્સાસ અને મિઝોરીના રિપબ્લિકન ગવર્નરોએ તેમના રાજ્યોમાં દેખાવોનો સામનો કરવા નેશનલ ગાર્ડ ટુકડી તૈનાત કરી હતી. પ્રેસિડન્ટ ટ્રમ્પ વોશિંગ્ટન, ડીસીમાં લશ્કરી પરેડમાં સામેલ થવાના છે ત્યારે દેખાવકારોએ શનિવારે દેશભરમાં ‘નો કિંગ્સ’ આંદોલન કરવાની યોજના બનાવી છે.બીજી તરફ ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું હતું કે ઇમિગ્રેશન દરોડા અને દેશનિકાલની કાર્યવાહી ચાલુ રહેશે. લાસ વેગાસમાં બુધવારની રાત્રે દેખાવકારો સાથેની અથડામણમાં ચાર અધિકારીઓ ઘાયલ થયા હતાં અને પોલીસે ૯૪ લોકોની ધરપકડ કરી હતી.

નેશનલ ગાર્ડ સૈનિકોનું નિયંત્રણ કેલિફોર્નિયા રાજ્યને પાછું સોંપવાના એક ફેડરલ જજના આદેશ પર નાઇન્થ યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે કામચલાઉ સ્ટે મૂક્યો હતો. તેનાથી ટ્રમ્પને કામચલાઉ રાહત મળી હતી. ફેડરલ જજે તેમના આદેશમાં જણાવ્યું હતું કે નેશનલ ગાર્ડની તૈનાતી ગેરકાયદેસર છે અને તે બંધારણના દસમાં સુધારાનું સુધારાનું ઉલ્લંઘન છે. વ્હાઇટ હાઉસે આ આદેશને અભૂતપૂર્વ ગણાવીને તાત્કાલિક નવમી સર્કિટ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.