Western Times News

Gujarati News

ઇરાન-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધના કારણે ભારતમાં પેટ્રોલની કિંમતો વધી શકે!

ઈઝરાયેલે ઈરાનના કેટલાક પરમાણુ સ્થળો પર હુમલા કર્યા

આ હુમલાની સીધી અસરના ભાગરૂપે ફરી એક વાર સોનામાં અને ડોલરમાં ઝડપી રોકાણ થઈ શકે છે

નવી દિલ્હી, ઈઝરાયેલે ઈરાનના કેટલાક પરમાણુ સ્થળો પર હુમલા કર્યા છે. આ હુમલાથી આખી દુનિયાના માર્કેટમાં હડકંપ મચી ગયો છે. ભારત સહિત દુનિયાભરના શેરબજારોમાં તેની નકારાત્મક અસર પડી છે અને શેરબજાર તૂટ્યું પણ છે. રોકાણકારો સુરક્ષિત રોકાણની શોધમાં પોતાના પૈસા કાઢી રહ્યા છે. આ હુમલાની સીધી અસરના ભાગરૂપે ફરી એક વાર સોનામાં અને ડોલરમાં ઝડપી રોકાણ થઈ શકે છે. ભારતમાં ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને લીધે પેટ્રોલના ભાવો પણ વધી શકે છે.

જો આવું થાય છે તો તેની સીધી અસર ચીજવસ્તુઓને લાવવા-લઈ જવા પર પડશે અને તેની અસર જરુરી ચીજવસ્તુઓની કિંમતોમાં પણ વૃદ્ધિ થવાની શક્યતા છે.હજુ એક દિવસ પહેલા સામાન્ય ભારતીય ગ્રાહકોમાં આનંદ પ્રસરી ગયો હતો કે મોંઘવારી દર કેટલાક વર્ષાેમાં સૌથી નીચલા સ્તરે ૨.૮૨ ટકા પર આવી ગઈ હતી. રિઝર્વ બેંકે પણ મોંઘવારી નિયંત્રણમાં હોવાનું જોઈને રેપો રેટમાં ઘટાડોની જાહેરાત કરી હતી. પરંતુ આ દરમિયાન અચાનક ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરીને મામલાને નવી દિશા તરફ વાળી દીધો છે.

ઈરાન વિશ્વનું ત્રીજી નંબરનો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે. આ હુમલા પછી બ્રેન્ટ ક્‰ડ ઓઈલના ભાવ ૮.૮૪ ટકાથી વધીને ૭૫.૪૯ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. ઈરાન પણ હુમલા પછી ચૂપ રહેશે નહીં. એ પણ ઈઝરાયેલને વળતો જવાબ આપશે.
ઈરાન-ઈઝરાયેલે યુદ્ધમાં ઈરાનના તેલ કુવાઓને પણ નુકસાન પહોંચાડ્યું હોવાની શક્યતા છે. જો આવું થાય છે કે ક્‰ડ ઓઈલની કિંમતોમાં વધુ વધારો થઈ શકે છે. આ સમગ્ર ઘટનાક્રમની ભારત પર કેવી અસર પડશે?

ભારત લગભગ ૪૦ દેશોમાંથી તેલ આયાત કરે છે. ૨૦૨૪માં ઓપેક દેશોએ ભારતને કુલ તેલ આયાતનો લગભગ ૫૧.૫ ટકા નિકાસ કરી હતી. પરંતુ ખાસ દેશોના હિસાબની રીતે જોઈએ તો ભારત સૌથી વધુ તેલ રશિયા પાસેથી ખરીદે છે. ઈરાન યુદ્ધના કારણએ ઓપેકના બીજા દેશોમાંથી ભારત તેલ વધુ ખરીદશે તો તેની કિંમતો વધી શકે છે. એટલા માટે ઈરાન પર કરેલા હુમલાની અસર ભારત પર પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણુ અને સૈન્યસ્થળો પર શુક્રવારે થયેલા હુમલા પછી તેલની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. આ હુમલાથી બંને દેશોની વચ્ચે પૂર્ણ યુદ્ધનો ખતરો વધી ગયો છે. અમેરિકન બેન્ચ માર્ક કાચા તેલનો ૪.૯૭ ડોલર એટલે કે ૭.૩ ટકા વધીને ૭૨.૯૧ ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ બ્રેન્ટ ક્‰ડ ૪.૭૮ ડોલર વધીને ૭૪.૧૫ ડોલર પ્રતિ બેરલ થઈ ગયો, જે ૬.૬૭ ટકાની વૃદ્ધિ છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.